નિસ્ડન મંદિરમાં મહા શિવરાત્રી પર્વની ઉજવણી

Wednesday 22nd February 2023 05:40 EST
 
 

લંડનના સુપ્રસિદ્ધ નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે મહા શિવરાત્રી પર્વની ભારે ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી અને શ્રદ્ધાળુઓએ શિવલીંગ પર પંચામૃતના અભિષેક સાથે બિલ્વપત્ર પૂજા કરીને સ્વાસ્થય અને સુખાકારી માટે મનોકામના વ્યક્ત કરી હતી. આ વિશેષ પર્વે દિવસ દરમિયાન અન્નકૂટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર તેનો લાભ લીધો હતો. આ પ્રસંગે હવેલીના પ્રવેશદ્વાર પર અમરનાથ યાત્રાધામની યાદ અપાવતું બરફનું શિવલીંગ પણ સ્થાપિત કરાયું હતું.    


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter