બાર્નેટ હિંદુ સ્વયંસેવક સંઘ દ્વારા યુકે પાર્લામેન્ટ વીકની ઉજવણી

Wednesday 17th November 2021 02:12 EST
 
 

હિંદુ સ્વયંસેવક સંઘ (HSS)ના ચેપ્ટર્સ દ્વારા ૧થી ૭ નવેમ્બર દરમિયાન દેશભરમાં યુકે પાર્લામેન્ટ વીકની ઉજવણીમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. તેમાં પર્યાવરણ અને સસ્ટેઈનેબિલિટી, લોકશાહી, લોકોની સત્તા અને તેમાં ફેરફાર જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. આ વર્ષે ૪થી ૯૪ વર્ષની વયના લોકોએ પૃથ્વીના રક્ષણ માટે ભાગ લીધો હતો, જે તમામ ડિબેટ અને પ્રવૃત્તિઓમાં જણાયું હતું.    
HSS બાર્નેટ ચેપ્ટરના પ્રતાપ અને શક્તિ શાખા દ્વારા પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ અને એક્શન ફોર ક્લાઈમેટ ચેન્જમાં યોગદાન વિશે ડીબેટ યોજાઈ હતી. લીફ ટુ ધ કેમ્પેઈન ટ્રીમાં કુદરતના મહત્ત્વ અને તેના જતન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમાં ચીપીંગ બાર્નેટના સાંસદ થેરેસા વિલિયર્સ MP અને કાઉન્સિલર લછ્યા ગુરુંગ જોડાયા હતા. થેરેસા વિલિયર્સે કોરોના મહામારી વખતે પ્રોજેક્ટ્સમાં વોલન્ટિયરિંગ કરવા બદલ HSSની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા.  
આ વર્ષે નાના પગલાંથી કેટલાં મોટા ફેરફાર થઈ શકે તેના પર વિશેષ ધ્યાન અપાયું હતું. કાર્યક્રમમાં ભાગ લેનારને માહિતી મેળવવા, કાર્યવાહી કરવા અને જે મુદ્દાની તેઓ દેખરેખ રાખે છે તેના પર સારી અસર પાડવા માટે પ્રોત્સાહિત કરાયા હતા.
યુકે પાર્લામેન્ટમાં હેડ ઓફ એજ્યુકેશન એન્ડ એંગેજમેન્ટ એમી બક્સ્ટરે જણાવ્યું હતું કે આ વર્ષે યુકે પાર્લામેન્ટ વીકમાં ભાગ લઈ રહેલી ઘણી સંસ્થાઓમાં HSS એક છે તેનો તેમને આનંદ છે. માહિતગાર થવા, પગલાં લેવા અને બાર્નેટ તથા અન્ય સ્થળોએ ફેરફાર કરવા માટે આ ખૂબ સારી તક છે. પરિવર્તન તમારાથી જ થશે.  
યુકે પાર્લામેન્ટ વીકનું આયોજન દર વર્ષે નવેમ્બરમાં થાય છે. તેમાં સમગ્ર યુકેના HSSના સભ્યો જોડાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter