વડતાલ ધામમાં 6 ટન દ્રાક્ષનો અન્નકૂટ મહોત્સવ

Saturday 15th April 2023 07:28 EDT
 
 

વડતાલ ધામમાં રવિવારે 6 ટન દ્રાક્ષ વડે અમૃત અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. અન્નકૂટ માટેની આ દ્રાક્ષ બજારમાંથી ખરીદવામાં નહોતી આવી, પરંતુ નાસિકમાં શિક્ષણ-આરોગ્ય સાથે સત્સંગ અને સમાજ સેવા કરતા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાની વાડીએથી મોકલાવી હતી. વડતાલ ધામમાં આ ત્રીજો દ્રાક્ષ ઉત્સવ છે. બાદમાં મંદિરમાં હાજર તમામ હરિભક્તોને દ્રાક્ષનું વિતરણ કરાયું હતું. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter