શતાબ્દી મહોત્સવની મુલાકાતે એક દિવસમાં 2.10 લાખ લોકો

Thursday 05th January 2023 05:16 EST
 
 

અમદાવાદના એસપી રિંગ રોડ પર ઓગણજ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રવિવારની રજાના દિવસે 2.10 લાખથી વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી. મહોત્સવમાં આવેલા લોકોમાં અત્યાર સુધીની આ સૌથી મોટી સંખ્યા હતી. બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના ચાર કલાકમાં જ લગભગ 1.40 લાખ લોકો ઉમટ્યા હતા, ભારે ધસારાને કારણે ઓગણજને જોડતાં રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter