શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન ખાતે શ્રી નરનારાયણ દેવ ભૂજ પાટોત્સવનું આયોજન

Wednesday 29th April 2020 00:50 EDT
 

લંડનઃ પૂ. મહંતસ્વામી અને મહારાજશ્રીના આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવ ભૂજ પાટોત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન ખાતે 28મી એપ્રિલ ગુરુવારથી લઇને 2 મે શનિવાર સુધી કરવામાં આવ્યું છે. ભૂજસ્થિત પૂજ્ય સંતો દ્વારા દરરોજ સાંજે ખાસ પુરુષોત્તમ પ્રકાશ પારાયણ પણ યોજાય છે. આ ઉજવણી દરમિયાન મળનાર દાનનો ઉપયોગ કોવિડ-19 મહામારીમાં દાન માટે કરવામાં આવશે. તેમ વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ કુરજી કેરાઈએ એક નિદેવનમાં જણાવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સોશિયલ મીડિયાના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ગુરુવાર અને શુક્રવારે સાંજે 6 કલાકે આરતી યોજાશે અને 6.30 કલાકે કથાનો પ્રારંભ થશે. શનિવારે સાંજે પાંચ વાગ્યે આરતી તથા 5.30 કલાકે કથાનો પ્રારંભ થશે. જે ભક્તો આ પાટોત્સવનો લાભ લેવા માંગતા હોય તેઓ ઓનલાઇન જોડાઈ શકશે તેમ પણ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter