સંગમ - સટનમાં ઉજવણીનો ત્રિવેણીસંગમ

Saturday 10th December 2022 05:52 EST
 
 

સંગમ સટન સેન્ટર ખાતે તાજેતરમાં દિવાળી પર્વ - સંગમની સિલ્વર જ્યુબિલી અને ક્રિસમસ  ઉજવણીનો ત્રિવેણી સંગમસમાન કાર્યક્રમ યોજાયો હતો. સંગમના ચેરપર્સન નલિનીબહેન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સટનના મેયર કાઉન્સિલર ટ્રિશ ફિવે અને સટન કાઉન્સિલના વડા કાઉન્સિલ રુથ ડોમ્બે, રસેશ્વરીદેવી દેવીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે અન્ય સંસ્થાના વડીલો તેમજ સંગમના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. દિવાળી ઉજવણીના ભાગરૂપે રામ-સીતા-લક્ષમણ વનવાસ પૂરો કરીને પરત ફર્યા તે પ્રસંગ ભજવાયો હતો તેમજ નૃત્યસંગીતનો કાર્યક્રમ રજૂ થયો હતો. કાર્યક્રમના અંતે આમંત્રિત મહેમાનોએ લિજ્જતદાર ભોજનનો આસ્વાદ માણ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter