સંસ્થા સમાચાર (અંક 24 સપ્ટેમ્બર 2022)

Wednesday 21st September 2022 04:56 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• પુષ્ટિ નિધિ-યુકે દ્વારા શ્રીજીધામ હવેલી-લેસ્ટર ખાતે 25 સપ્ટેમ્બર સુધી સાંજી કાર્યક્રમ જ્યારે 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન (સાંજે 7.45 - 10.00) નવ વિલાસ કાર્યક્રમ યોજાયો છે, જેમાં રૂપા સોની કૃષ્ણ સંગીત રજૂ કરશે. વધુ માહિતી માટે સંપર્કઃ +44 116 212 2827
સ્થળઃ 504 મેલ્ટન રોડ, લેસ્ટર, LE4 7SP
• પંકજ સોઢા અને ઝીટીવી એચડી દ્વારા ‘કાકા કો કુછ કુછ હોતા હૈ’ નાટકનો શો 24 સપ્ટેમ્બરે ક્રોયડનમાં ઓસેસિસ એકેડેમી અને 25સપ્ટેમ્બરે ઇસ્ટ લંડનમાં વુડબ્રિજ હાઇ સ્કૂલ ખાતે રજૂ થશે. યુનુસ પટેલ દ્વારા દિગ્દર્શિત આ કોમેડી નાટકમાં પ્રથમ ભટ્ટ, ધ્રુવ બારોટ, આસીફ પટેલ વગેરે કલાકારો મુખ્ય ભૂમિકામાં ચમકે છે.
• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટરની યાદીમાં જણાવાયું છે કે સંસ્થા ખાતે 23 સપ્ટેમ્બરના રોજ સાધ્વી ઋતુંભરા દીદીમાનું પ્રવચન યોજાયું હતું, જે તેમની નાદુરસ્ત તબિયતના કારણોસર રદ કરાયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter