સમયસર સારવાર ન મળતાં પેન્શનરનું મૃત્યુ

Wednesday 27th March 2019 02:37 EDT
 
 

લંડનઃ ૨૪ કલાકમાં NHS 111ને ૨૬ કોલ કરવા છતાં સમયસર સારવાર ન મળતાં ડર્બીની ૬૮ વર્ષીય મહિલા પેન્શનર એન રુમીનું મૃત્યુ થયું હોવાનું ઈન્ક્વેસ્ટ દરમિયાન જણાવાયું હતું. એક કેરરને રુમી મૃત હાલતમાં મળી આવી હતી.

બ્રોન્કોન્યૂમોનિયા અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટીવ પલ્મોનરી રોગને લીધે જૂન ૨૦૧૪માં રુમીનું તેના ફ્લેટમાં મૃત્યુ થયું હતું. આ વિસ્તારમાં ૧૧૧ સર્વિસનું સંચાલન કરતા DHU હેલ્થ કેરે તેની નિષ્ફળતા બદલ રુમીના પરિવારની માફી માગી હતી. તેના ક્લિનિકલ ડિરેક્ટર આકિબ ભટ્ટીએ ‘ક્લિનિકલ ગેરવ્યવસ્થા’ થઈ હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter