સાઉથ લંડન સ્થિત અંજન પટેલની અણધારી ચિરવિદાય

Wednesday 08th September 2021 06:20 EDT
 
 

સાઉથ લંડનના બાલમ સ્થિત અંજન ધીરૂભાઇ પટેલનું તા.૨૬ ઓગષ્ટ, ગુરૂવારે ૪૮ વર્ષની વયે અણધાર્યું અવસાન થતાં ધીરૂભાઇ ગોરધનભાઇ પટેલનો સમગ્ર પરિવાર ઉંડા શોકમાં ડૂબી ગયો છે. અંજન અચાનક બેભાન થઇ જતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં ડોકટરોએ અંજનને ન્યુમોનિયા થયાનું નિદાન થયું હતું પણ સારવાર દરમિયાન જ એમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. સદગત એમની પાછળ પિતા ધીરૂભાઇ, માતા પ્રફૂલબહેન, બહેન અમીતા અને નવ વર્ષની દિકરી ઇઝાબેલને રડતા મૂકી ગયા છે.
નડિયાદ નજીક મૂળ મહુધાના વતની અને હાલ નોરબરીમાં રહેતા ધીરૂભાઇ પટેલને સૌ "મેજર" તરીકે ઓળખે છે. કલકત્તાના શાંતિનિકેતનમાં બી.એ. અને મુંબઇમાં લો કર્યા પછી તેઓએ ૧૯૭૫માં ઇમરજન્સી વખતે ભારતીય સૈન્યમાં મેજર તરીકે ફરજ અદા કરી હતી. વધુ વિગત માટે સંપર્ક 0208 679 1472


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter