સેક્સજીવનમાં અવરોધ બે પુત્રીની માતા દ્વારા હત્યા

Wednesday 07th August 2019 05:08 EDT
 
 

લંડનઃ જાતીય જીવનમાં અવરોધરૂપ બનતી બે પુત્રીની હત્યા કરનારી ૨૩ વર્ષીય માતા લુઈસ પોર્ટનને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા જનમટીપની સજા ફરમાવાઈ હતી. ૨૦૧૮માં આ ક્રૂર માતાએ વોરવિકશાયરના રગ્બીમાં પોતાની ત્રણ વર્ષની લેક્સી ડ્રેપર અને ૧૬ મહિનાની સ્કાર્લેટ વોનની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

પાંચ સપ્તાહની ટ્રાયલ પછી હત્યાના બે કાઉન્ટ માટે ૧લી ઓગસ્ટે માતાને ગુનેગાર ઠેરવવામાં આવી હતી. નિર્દયી લુઈસે પોલીસને જણાવ્યું હતું,‘ મારી પુત્રીઓ કેવી રીતે અથવા શેના લીધે મૃત્યુ પામી તે હું હજુ જાણતી નથી.’

જાન્યુઆરીમાં તેણે લેક્સીની હત્યા કરી હતી. તે સહેજ પણ વ્યથિત જણાતી ન હતી અને એક દિવસ બાદ તેણે ડેટિંગ એપમાં ૪૧ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. તેના ત્રણ સપ્તાહથી ઓછા સમયમાં તેણે ૧લી ફેબ્રુઆરીએ બીજી પુત્રી સ્કાર્લેટની હત્યા કરી હોવાનું જ્યૂરીને જણાવાયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter