આપનું આરોગ્ય જાળવો: 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'

આનંદ મેળામાં વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅોનું બહુમાન

Tuesday 29th May 2018 14:07 EDT
 
 

પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે સૌથી મોટુ સુખ છે તંદુરસ્તી. આવી જ બીજી જાણીતી ઉક્તિ છે 'પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર.' સારવાર કરતા સાવચેતી સારી. જી હા, આ બન્ને ઉક્તિ એટલા માટે યાદ કરાવીએ છીએ કેમ કે આપનો સૌનો માનીતો અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા છેલ્લા સાત વર્ષથી યોજવામાં આવતો આનંદ મેળો આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે યોજાનાર છે. જેમાં મેડિટોરીયા ગૃપ દ્વારા 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નો વિનામુલ્યે લાભ મળશે.

આનંદ મેળામાં પધારવા માટે લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને આજુબાજુના નગરોની સામાજીક, સંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઅોના સદસ્યો અને અગ્રણીઅોને પધારવા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આમે આવી સંસ્થાઅોનઆ અગ્રણીઅોનું તેમની સુંદર કામગીરી બદલ આનંદ મેળાના મંચ પર સન્માન કરવા માંગીએ છીએ.

'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો

આ વર્ષે આનંદ મેળામાં ભારતની વિવિધ જાણીતી અને અગ્રણી હોસ્પિટલના તજજ્ઞો અને નિષ્ણાંતો ભાગ લેશે અને વિવિધ બીમારીઅો અંગે પ્રશ્નોના ઉત્તર તેમજ માર્ગદર્શન આપશે.

એપોલો હોસ્પિટલ ગ્રુપ: ભારતની સૌપ્રથમ કોર્પોરેટ હોસ્પિટલ એપોલો હોસ્પિટલ્સની સ્થાપના ડો. પ્રતાપ સી. રેડ્ડી દ્વારા કરવામાં આવી હતી. એપોલો ગૃપમાં હોસ્પિટલ્સ, ફાર્મસીઓ, પ્રાયમરી કેર અને ડાયગ્નોસ્ટિક ક્લિનિકનો સમાવેશ થાય છે. હેલ્થ ઇન્સ્યુરન્સ સર્વિસીઝ, ગ્લોબલ પ્રોજેક્ટ્સ કન્સલ્ટન્સી, મેડિકલ કોલેજ, મેડવર્સિટી ફોર ઈ-લર્નીંગ, કોલેજ ઓફ નર્સિંગ એન્ડ હૉસ્પિટલ મેનેજમેન્ટ અને રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા સેવાઅો આપે છે.

એપોલો હંમેશા ક્લિનિકલ શ્રેષ્ઠતા, સસ્તી સુયોગ્ય સારવાર, ટેકનોલોજી અને ભાવિ સંશોધન અને નિષ્ણાંતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એપોલો હોસ્પિટલ્સ ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ્સ, હોસ્પિટલ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ અને ટેલિમેડિસિન સહિત સીમલેસ હેલ્થકેર ડિલિવરીની સુવિધા આપનાર વિશ્વની કેટલીક પ્રથમ હોસ્પિટલોમાં એક હતી. ટૂંક સમયમાં જ દેશમાં સૌપ્રથમ પ્રોટોન ટ્રીટમેન્ટ કેન્સર સેન્ટર એપોલો દ્વારા લોન્ચ કરવામાં આવશે.

ફોર્ટિસ જે.કે. હોસ્પિટલ ઉદયપુર: 'સિટી ઓફ લેક્સ' તરીકે જાણીતા ઉદયપુરમાં સ્વ. સ્વરૂપેન્દ્ર સિંઘ છાબ્રા હંમેશા આ પ્રદેશમાં વસતા લોકો માટે સસ્તા દરની પણ શ્રેષ્ઠ સ્વાસ્થ્યસંભાળ આપતી હોસ્પિટલ બનાવવા તત્પર હતા. આથી જ પ્લસ મેડિકેર હોસ્પિટલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફોર્ટિસ જે. કે હોસ્પિટલ સાથે હાથ મિલાવવામાં આવ્યા હતા. આજે સૌથી અદ્યતન મલ્ટી-સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ - ફોર્ટિસ જે.કે. હોસ્પિટલ ઉદયપુરમાં શોભગપુરામાં કાર્ડિયોલોજી, કાર્ડિયાક સર્જરી, ઓર્થોપેડિક, ન્યુરોસર્જરી, મિનીમલી ઇન્વેસીવ સર્જરી, ઓબ્સ્ટેટ્રીક્સ અને ગાયનેકોલોજી, એન્ડોક્રિનોલોજી, પેડિયાટ્રિક્સ સહિત વિવિધ બીમારીઅો અંગે વિશેષ પ્રકારની સારવાર આપે છે અને 'ક્રિટિનેક્ષ્ટ' સવલત ધરાવે છે.

નોવા આઇવીવી આઇવીએફ સેન્ટર: નોવા આઈવીઆઈ વંધ્યત્વને ખૂબ જ લાગણીશીલ અનુભવ માને છે. એઆરટી સારવાર અને તેના પરિણામો આવા દંપતિ તેમજ પરિવાર માટે અત્યંત દુ:ખદાયી હોઈ શકે છે. આ સારવારને સરળ બનાવવા માટે, અમારા બધા કેન્દ્રો બોર્ડ પર ક્વોલિફાઇડ, પ્રશિક્ષિત અને સમર્પિત સલાહકારો હોય છે. જેઅો ક્લિનિકલ / કાઉન્સેલિંગ મનોવિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને દર્દીઅોની લાગણીઓ અને માનસિક-સામાજીક સમસ્યાઓને ઓળખી કાઢે છે વિવિધ માનસશાસ્ત્રીઓની મદદ લઇ સમસ્યાઅોનો ઉકેલ લાવે છે. નોવાની સેવાઓમાં આઇયુઆઇ માટે એક ફરજિયાત પરામર્શ સત્ર અને IVF દર્દીઓ માટે ચાર ફરજિયાત સત્રોનો સમાવેશ થાય છે. પ્રિ IVF, ઓપીયુ (ઓવમ પિક-અપ), પોસ્ટ ઇ.ટી. (ગર્ભ સ્થળાંતર) અને ગર્ભાવસ્થાનો ટેસ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દર્દીઓની જરૂરિયાત મુજબ પરામર્શ સેવા મળે છે.

સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઅોનું સન્માન

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા આ વર્ષે આનંદ મેળામાં પોતાના સભ્યો અને સમાજ માટે વિશેષ કામગીરી કરતી સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઅોનું સન્માન કરવામાં આવનાર છે. કેટલીક સંસ્થાઅો દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો છે અને વધુને વધુ લાભ મળે તે માટે સર્વે સંસ્થાઅોના અગ્રણીઅોને સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. અગાઉની જેમ કોચ લઇને આનંદ મેળામાં મોટી સંખ્યામાં પધારવા સ્થાનિક, સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઅોના મેમ્બર્સને ભાવભીનું નિમંત્રણ છે.

ગણતરીના સ્ટોલ જ બાકી

આનંદ મેળાની અગાઉના વર્ષોની જોરદાર સફળતાને પગલે આ વર્ષે ધાર્યા કરતા પણ વધારે પ્રતિભાવ સાંપડી રહ્યો છે અને હવે ખૂબ જ અોછા સ્ટોલ બાકી રહ્યા છે. જો તમે પોતાના વેપાર-ધંધા કે સેવાના વિકાસ માટે સ્ટોલ રાખવા માંગતા હો તો આજે જે અમારો સંપર્ક કરો. આનંદ મેળામાં વેપાર તો થાય જ છે સાથે સાથે સર્વશ્રેષ્ઠ માર્કેટીંગ થાય છે અને કંપનીનું બ્રાન્ડીંગ પણ થાય છે. તમારો સંપર્ક વધુ નવા ગ્રાહકો સાથે થાય છે.

આનંદ મેળામાં આ વખતે મનભાવન ભોજન, અવનવી વાનગીઅો ઘર સજાવટની વસ્તુઅો, સાડી-ડ્રેસ, ચણીયા ચોળી, સ્ત્રી-પુરૂષો માટે વેડીંગ કોસ્ચ્યુમ, જ્વેલરી, મહેંદી, કપડા, પેક ફરસાણ, નાસ્તા, ટ્રાવેલ અને ટૂરીઝમ, ફાઇનાન્સ-બેન્કિંગ અને ઇન્સ્યુરંશ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ફોટો સ્ટુડીઅો, ફાર્મસી, ફોટોગ્રાફી સહિત વિવિધ ક્ષેત્રના સ્ટોલનો સમાવેશ થનાર છે. આનંદ મેળામાં સ્ટોલ રાખીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. નિરાશ ન થવું પડે તે માટે આજે જ આપનો સ્ટોલ બુક કરાવવા ફોન કરો. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે હમણાં જ ફોન કરો 020 7749 4080.

એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો

વતન ભારતમાં પોતાનું ઘર વસાવવા તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા સૌ કોઇ માટે આ વર્ષે આનંદ મેળામાં 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં ગુજરાત, મુંબઇ, પુણે, બેંગ્લોર સહિત ભારતના વિવિધ રાજ્યોના વિખ્યાત અને પ્રતિષ્ઠીત ડેવલપર તરફથી ફ્લેટ, પેન્ટ હાઉસ, હાઉસ, વિલા, પ્લોટ સહિત વિવિધ પ્રોપર્ટીઅો રજૂ કરવામાં આવશે. અહિં વિવિધ સ્ટોલ્સ પરથી રહેવા માટેની તેમજ રોકાણ માટેની પ્રોપર્ટીઝ અંગે એસેટ ઇન્ડિયાના ભારતના પ્રોપર્ટી સ્પેશ્યાલીસ્ટની સેવા અને સલાહનો લાભ મળશે. આપ જો પ્રોપર્ટી માટે લોન લેવા માંગતા હશો તો તે અંગેની સલાહ પણ મળશે.

વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવનો ઇમેઇલ [email protected] / 07875 229 211.

કોકિલાબેન પટેલ [email protected] / 07875 229 177.

કિશોરભાઇ પરમાર [email protected] / 07875 229 088.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter