એક પ્રતિમા નહિં - એક આદર્શ

Tuesday 24th February 2015 10:47 EST
 

જેમને માટે ધાર્મિક રૂઢીનું કોઇ જ મહત્વ નથી તેવા આ વિશ્વમાં સફળતા મેળવવા અને પોતાની મહાત્વાકાંક્ષાઅોને સાકાર કરવા જીવતા વ્યક્તિ માટે પૂજા શબ્દને ખોટી રીતે સમજાવવામાં આવે છે. પલાયનવાદીઅો અને નિષ્ફળતા માટે ભગવાનને ભજવા અને તેમની કૃપાદ્રષ્ટીને મેળવવી તે માત્ર એક અંધવિશ્વાસ સમાન છે.

જોકે, સાચી પ્રાર્થના એક માત્ર પ્રણાલી નથી, પણ આદર્શ સાથેની સંવાદિતા છે, જે કોઇના વિચારો, શબ્દો કે કૃત્ય થકી બોલે છે.

આપણી હિન્દુ સંસ્કૃતિએ પ્રતિમાઅોના સ્વરૂપે આપણને શ્રેષ્ઠ આદર્શ અને નાયક આપ્યા છે અને તેમના ગુણો જોઇને આપણે તેમના જેવા થવાનું છે. તેથી જ, આપણે માત્ર પોતાના જીવનને જ સફળ અને આનંદીત નહિં બનાવીએ પણ શાંતિ, આનંદ અને એકતાનો સંદેશો આપણી ચારેતરફ ફેલાવીને અન્યોને પણ તેનો લાભ આપીશું.

ચિન્મય મિશન યુકે દ્વારા 'એક્સપ્લોર ધ પાવર્સ' અને 'અંડરસ્ટેન્ડ ધ સિમ્બોલીઝમ' વિષે સ્વામી સ્વરૂપાનંદના સાત દિવસના પ્રવચનનું આયોજન તા. ૨થી ૮ માર્ચ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, લંડન HA9 9PE ખાતે કરવામાં આવ્યું છે. સોમથી શુક્ર દરમિયાન પ્રવચનનો સમય સાંજના ૭-૩૦થી ૯ અને શનિ-રવિ દરમિયાન સાંજના ૬-૩૦થી ૮-૦૦નો રહેશે.

સંપર્ક: www.chinmayauk.org


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter