ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા આનંદ મેળાના મંચ પર જાણીતી સંસ્થાઅોનું બહુમાન

- કમલ રાવ Monday 18th June 2018 12:47 EDT
 

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ – એબીપીએલ ગૃપ દ્વારા બ્રિટન અને ખાસ કરીને લંડનમાં મહિલા, બાળકો, વડિલો માટે અને અન્ય વિવિધ ક્ષેત્રે સુંદર સામાજીક સેવા પ્રવૃત્તી કરનાર જાણીતી સંસ્થાઅો અને તેના અગ્રણીઅોને પ્રમાણપત્ર એનાયત કરીને ગત તા. ૯ અને ૧૦ જૂનના રોજ હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલા આનંદ મેળાના મંચ પર બહુમાન કરવામાં આવ્યું હતું.

વિવિધ પ્રકારની પ્રવૃત્તીઅો થકી બ્રિટન અને લંડનના જનસમાજમાં અદકેરૂ યોગદાન આપનાર સંસ્થાઅો અને તેમાં સેવા આપનાર ટ્રસ્ટીઅો તેમજ હોદ્દેદારોને પ્રેરણા મળે તે આશયે જે સંસ્થાઅોનું બહુમાન કરાયું હતું તેના નામની યાદી આ મુજબ છે.

LCNL સિનીયર મહિલા સેન્ટર

ઇન્સ્પાયરીંગ વિમેન

ઓમ શક્તિ સેન્ટર

ગાયત્રી પરિવાર યુકે

તારાપુર યુકે

દક્ષિણાયાન યુકે કિડ્ઝ

પિનાક્સ

બેટી બચાવો બેટી પઢાઅો

લંડન શરદ ઉત્સવ

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન

વીમેન ટુ વીમેન

શ્રી સોરઠિયા વણિક એસોસિયેશન

સત્સંગ યુકે

સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, કાર્ડિફ

સંસ્કૃતિ

હિંદુ કાઉન્સીલ ક્રોયડન


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter