જાણીતા અગ્રણી શ્રી સીજે રાભેરૂની અંતિમ ક્રિયા ગુરૂવારે બપોરે ૩ કલાકે સાઉથ વેસ્ટ મીડલસેક્સ ક્રિમેટોરિયમ, હેનવર્થ ખાતે થશે

Tuesday 06th February 2018 10:59 EST
 
 

વિવિધ સંસ્થાઅોમાં વર્ષો સુધી સેવા આપનાર જાણીતા સામાજીક અગ્રણી શ્રી ચંદ્રકાન્ત જીવરાજ રાભેરૂ (સીજે)ની અંતિમ ક્રિયા ગુરૂવાર તા. ૮મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ બપોરે ૩ કલાકે સાઉથ વેસ્ટ મીડલસેક્સ ક્રિમેટોરિયમ, હંસલો રોડ, હેનવર્થ, મીડેક્ષ TW13 5JH ખાતે થશે. તે પછી સૌને જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ HA0 3DW ખાતે પ્રસાદ લેવા અનુરોધ કરાયો છે.

સદગત સીજે રાભેરૂને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા રવિવાર તા. ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ બપોરે ૩થી ૪-૩૦ દરમિયાન પ્રાર્થના સભાનું આયોજન ધામેચા લોહાણા સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોહાણા સમુદાય સહિત વિવિધ સમાજના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી રાભેરૂને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

શ્રી સીજે રાભેરૂનું ગત તા. ૩૦-૧-૧૮ના રોજ બપોરે ૨ કલાકે જલારામ જ્યોત મંદિર, સડબરી ખાતે દુ:ખદ નિધન થયું હતું. સદ્ગત પોતાની પાછળ પત્ની ભારતીબેન, પુત્ર અમિત અને પુત્રી શીતલ તેમજ પ્રપૌત્રો-પ્રપૌત્રીઅો આન્યા, નયન અને શૈલેેન સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. તેઅો સ્વ. રમણિકલાલ, સ્વ. જયંતિભાઇ, સ્વ. વિનોદભાઇ, સ્વ. સૂર્યકાન્તભાઇ, રજનીભાઇ અને અશોકભાઇ તેમજ કાંતાબહેન, ઉર્મિલાબહેન અને શકુંતલાબહેનના ભાઇ હતા.

નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સના ચેરમેન, સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીના અગ્રણી, લોહાણા મહાજન ટ્રસ્ટ યુકેના સલાહકાર અને અન્ય સંસ્થાઅોમાં સેવા આપનાર શ્રી રાભેરૂનો જન્મ ટાન્ઝાનીયાના મોરોગોરોમાં ૧૯૪૫માં થયો હતો. ૧૯૬૪માં યુકે બીએસસી એન્જીનીયરીંગનો આભ્યાસ કરવા આવ્યા હતા. સંપર્ક: રજનીભાઇ જે. રાભેરૂ 07400 759 314, અશોકભાઇ જે. રાભેરૂ CVO DL 07939 511 507, અમિત સી. રાભેરૂ (પુત્ર) 07710 275 222 અને સિતલ નકરાજા (પુત્રી) 07900 880 220.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter