જે બાપને ખભે ચઢી દુનિયા જોઇ એને "ફાધર્સ ડે" પર શી રીતે વિસરી શકાય?!

ઘર-પરિવારનું ઘટાદાર વૃક્ષ બની સંતાનોને શીતળતા આપનાર પિતાને અંજલિ આપતો "પિતૃવંદના" કાર્યક્રમ લંડન સહિત ઠેર ઠેર ઉજવાશે

- કોકિલા પટેલ Tuesday 23rd May 2017 13:32 EDT
 
 

ગયા માર્ચ અને એપ્રિલ દરમિયાન "ગુજરાત સમાચાર" તથા "એશિયન વોઇસ" સાપ્તાહિકોએ લંડન, લેસ્ટર, બર્મિંગહામ, તથા પ્રેસ્ટનની સંસ્થાઓના સહયોગ સાથે માતૃવંદનાનો અનોખો અને યાદગાર કાર્યક્રમ રજૂ કરતાં ખૂબ લોકઆવકાર સાંપડ્યો હતો. આ કાર્યક્રમો દરમિયાન કેટલાક શુભચિંતકોએ "મધર્સ ડે"ની જેમ "ફાધર્સ ડે" પણ ઉજવવા આગ્રહ કરતાં અમે જૂનની ૧૭મીએ લંડન (હેરો લેઝર સેન્ટર), બર્મિંગહામ, લેસ્ટર અને કાર્ડિફ ખાતે "પિતૃવંદના" કરતા કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

ગુજરાતથી માયા દીપક અને અન્ય કલાકારો સહિત ભવ્ય સંગીતગૃપ આપણા સૌના કુટુંબની વાડીને સુખી-સમૃધ્ધ બનાવનાર "બાગબાન" સમા પિતા-પપ્પાને અનુલક્ષીને મધુર કંઠે ફિલ્મીગીતો રજૂ કરશે. દીકરા કરતાં ઘરદીવડી જેવી દીકરી ઉપર બાપનું હેત અપરંપાર વહેતું રહે છે. મા કરતાં બાપ ઉપર દીકરીને ખૂબ વહાલ ઉપજે છે. રસ્તે જતાં ઠોકર વાગે તો "ઓ મા" બોલીએ પણ અણધાર્યો અકસ્માત થતાં બચીએ કે શરીરે અસહ્ય ઘા પડે ત્યારે "ઓ બાપ રે" બોલીએ; નાના સંકટોમાં મા યાદ આવે પણ મોટા મોટા સંકટો આવે છે ત્યારે "બાપ" જ યાદ આવે છે. હેરો લેઝર સેન્ટરમાં "આનંદ મેળા" દરમિયાન ૧૭ જૂને સાંજે "પિતૃવંદના"ના કાર્યક્રમ સાથે ભૂલી બિસરી હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમનું આયોજન કર્યું છે.

મધર્સ ડે નિમિત્તે અમે "માતૃવંદના" કરતો રંગીન વિશેષાંક પ્રસિધ્ધ કર્યો હતો. એમાં કેટલાક ગૌરવશીલ સંતાનોએ, કુટુંબીજનોએ એમની વાત્સલ્યમયી માતાના અનુદાનની ગૌરવગાથા કરતા લેખો રજૂ કર્યા હતા જેને આપ સૌ વાંચકોએ ખૂબ રસપૂર્વક વાંચી વખાણ્યા હતા, વધાવ્યા હતા. કેટલાક વાંચકોએ "ફાધર્સ ડે" નિમિત્તે આવો જ રંગીન વિશેષાંક રજૂ કરવા અમને પ્રેરિત કરતાં અમે "પિતૃવંદના" કરતો વિશેષાંક રજૂ કરવા કટિબધ્ધ બન્યા છીએ. કેટલાક ભાઇ-બહેનોએ અમારો સંપર્ક કરી એમના કુટુંબનું સિંચન કરનાર પિતાજીનું અનુદાન કરતા લેખો પ્રસિધ્ધ કરવા અમારો સંપર્ક કર્યો છે.

આપના જીવનમાં ચિરસ્મરણીય બની રહે એવો શબ્દભાવ રજૂ કરી આપ પિતાનું ઋણ ચૂકવી શકો છો. આપના દિલ દિમાગમાં કોઇપણ વાત કે યાદગાર પ્રસંગ ઘૂમરાતો રહેતો હોય તો અમારો સંપર્ક સાધો. અમે આપના સ્નેહસભર વિચારો-વાતોને સુંદર શબ્દોમાં રજૂ કરવા મદદરૂપ બનીશું.

"પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે"ના આગામી કાર્યક્રમો

* શુક્રવાર તા. ૯ જુન રાત્રે ૮થી

મ્યુઝીક આર્ટ્સ પ્રસ્તુત

સ્થળ: સીમ્ફની રૂમ, ૧૨૧ બર્નમૂર સ્ટ્રીટ, લેસ્ટર LE2 7JL.

ટીકીટ માટે સંપર્ક: પ્રવિણ મજીઠીયા : 07971 626 464 અને મેલ્ટન હોટ પટોટો શોપ 0116 268 0100.

* શનિવાર તા. ૧૭ જુન - સાંજે ૬-૩૦થી ડીનર સાથે

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ પ્રસ્તુત

સ્થળ: મેસફિલ્ડ સ્યુટ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ HA3 5BD. ટિકીટ ખરીદનાર સર્વેને આનંદ મેળાની તેટલી જ ટિકીટ મફત મળશે.

ટિકીટ માટે સંપર્ક: કમલ રાવ 07875 229 211 અને કોકિલા પટેલ 07875 229 177.

શનિવાર તા. ૨૪ જૂન સાંજે ૫-૩૦થી ડીનર સાથેહિન્દુ કાઉન્સિલ વેલ્સ પ્રસ્તુત

સ્થળ: સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB.

ટિકીટ માટે સંપર્ક: વિમળાબેન પટેલ 07979 155 320 અને રાધિકા કડાબા 07966 767 659.

રવિવાર તા. ૨૫ જુન બપોરે ૩થી સાંજના ૭

સ્થળ: શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, ૫૪૧ એ, વોરિક રોડ, બર્મિંગહામ, B11 2JP.

ટિકીટ માટે સંપર્ક: અંજુબેન શાહ 07814 583 907 અને જયંતિલાલ જગતીયા 07808 930 748.

“પિતૃ વંદના - ભૂલી બિસરી યાદે” કાર્યક્રમોનું આયોજન આપના સામાજીક સંગઠન, મંડળ કે મંદિર દ્વારા કરવું હોય અથવા "પિતૃ વંદના" મેગેઝીન વિશે વધુ માહિતી જોઇતી હોય અને તા. ૧૭ના કાર્યક્રમની ટીકીટ (ડીનર સાથે પ્રથમ ૮ લાઇન માટે £૧૫ અને બાકીની લાઇન માટે £૧૨ - પ્રથમ ૮ લાઇન માટે ટિકીટનો દર માત્ર £૧૫ છે. ટિકીટ ખરીદનાર સર્વેને આનંદ મેળાની ટિકીટ મફત આપવામાં આવશે. ) ખરીદવી હોય તો આજે જ અમારો સંપર્ક કરો. સંપર્ક: કમલ રાવ 020 7749 4001 / 0787 5 229 211 email: [email protected] અને કોકિલાબેન પટેલ 07875 229 177 અને [email protected]


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter