પ્રાણપ્રિય ગુજરાત સમાચારની સ્થાપનાના ૪૬ વર્ષની ઉજવણી

Tuesday 01st May 2018 13:50 EDT
 

ભારતની આઝાદીના ૭૦ વર્ષ, ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૮ વર્ષ અને આપ સૌના પ્રાણપ્રિય ગુજરાત સમાચારની સ્થાપનાના ૪૬ વર્ષની ઉજવણી પ્રસંગે આગામી તા. ૫મી મે, ૨૯૧૮ના રોજ સંગત કોમ્યુનિટી સેન્ટર, ૨૮ સેનક્રોફ્ટ રોડ, હેરો ખાતે બપોરે ૩થી સાંજના ૬ દરમિયાન 'ઇંડિયા 70, ગુજરાત 58 અને એબીપીએલ 46' ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે બ્રેન્ટના મેયર શ્રી ભગવાનજીભાઇ ચૌહાણ ઉપસ્થિત રહેનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૫ મે, ૧૯૭૨ના રોજ ‘ગુજરાત સમાચાર’નો આરંભ થયો હતો અને ત્યારથી તે સતત પ્રગતિ કરતું રહ્યું છે. આ અંગેનો વિશેષ અહેવાલ આપ પાન નં. ૪ ઉપર જોઇ શકશો.

આપણા સમુદાયના કેટલાક અગ્રણીઅોની ઉપસ્થિતીમાં યોજાનાર આ ઐતિહાસિક સીમાચિહ્ન સમાન ઉજવણીમાં આશરે ૧૦૦ જેટલા આમંત્રિત મહેમાનોનો સમાવેશ કરી શકાશે. કાર્યક્રમના અંતે સાથે રીફ્રેશમેન્ટ લઇશું. આપના નિમંત્રણ માટે આજે જ સંપર્ક કરો.

કોકિલાબેન પટેલ 07875 229 177

કિશોરભાઇ પરમાર 07875 229 088

જ્યોત્સનાબેન શાહ 07875 229 223

કમલ રાવ 07875 229 211


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter