ફૉરેવર ક્રુઝ દ્વારા વાર્ષિક પાર્ટી સાથે ચાઇનીઝ નુતન વર્ષની ઉજવણી

Friday 02nd March 2018 10:05 EST
 
પ્રસ્તુત તસવીરમાં મનિષ સચદે (ફૉરેવર ક્રૂઝ), ગીઅો પોન્ટીસેલલ્લી (MSC ક્રુઝ) વિક્ટોરીઝ ટેલર (MSC), અલૈસીઆ બાર્ટલેટ્ટ (MSC), બેન નીઆલોન (ડેઇલી મેલ), કિશોર પરમાર (ગુજરાત સમાચાર) અને અજય કાવા (એક્સપીરીયન્સ એન્જીન) નજરે પડે છે.
 

ચાઇનીઝ કૅલેન્ડર ૨૦૧૮નું વર્ષ મુજબ ડોગ યર છે. આ શાનદાર પ્રસંગને સિમા ચિહ્નરુપ બનાવવા માટે લંડનમાં વેસ્ટ હેમ્પસ્ટેડ સ્થિત સિંગાપોર ગાર્ડન રેસ્ટોરન્ટમાં ફૉરેવર ક્રૂઝ દ્વારા વાર્ષિક પાર્ટીની સાથે ચાઇનીઝ ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર વર્ષે એવોર્ડ વિજેતા ફૉરેવર ક્રૂઝ દ્વારા નવા વર્ષની શરૂઆતની ઉજવણી માટે મિત્રો, સાથીદારો અને સપ્લાયર્સને નિમંત્રણ આપવામાં આવે છે. આ પ્રસંગે રોયલ કૅરેબિયન ઇન્ટરનેશનલ, નોર્વેજિયન ક્રૂઝ લાઇન્સ, સિલ્વરસીસ, ક્રૂઝ એન્ડ મેરીટાઇમ, ક્યુનાર્ડ, સેલિબ્રિટી ક્રૂઝ, રીજન્ટ સેવન સીઝ, ફ્રેડ ઓલ્સન, MSC ક્રૂઝ, કાર્નિવલ ક્રૂઝ, એવલોન અને બ્રિટીશ એરવેઝના પ્રતિનિધિઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ફૉરેવર ક્રૂઝના સહ-સ્થાપક મનિષ સચદેએ જણાવ્યું હતું કે, "એશિયાઈ સમુદાય માટે સૌથી મોટી યુકે ક્રુઝ એજન્સી તરીકે અમે અમારા સપ્લાયરો દ્વારા અમને અપાયેલી માન્યતા અને સમર્થન માટે અમે આ આયોજન કરી આભારની લાગણી વ્યક્ત કરવા માંગીએ છીએ." મનીષ સચદે અને સેમ પાટકરે ફૉરેવર કૃઝને વિશ્વસનીય, ભરોસાપાત્ર અને આ ક્ષેત્રની પ્રશંસાપાત્ર કંપની બનાવી છે.

ફક્ત બે વર્ષમાં ફૉરેવર ક્રૂઝને ત્રણ પુરસ્કારો મળ્યા છે. ૨૦૧૬માં CLIA રાઈઝિંગ સ્ટાર એવોર્ડ અને રોયલ કેરેબિયન ઇન્ટરનેશનલ ન્યૂ કમર ઓફ ધ યર એવોર્ડ તેમજ ૨૦૧૭માં લેટ ટુ ક્રૂઝ રાઇઝિંગ સ્ટાર્ટ એવોર્ડ મળ્યા હતા. જ્યારે ૨૦૧૮માં ધ વેવ એવોર્ડઝ માટે શ્રેષ્ઠ ક્રૂઝ ટ્રાવેલ એજન્ટ્સ તરીકે તેઅો નોમીનેટ થયા હતા.

ફૉરેવર ક્રૂઝ ખૂબજ અોછા સમયમાં ગુજરાતી પરિવારમાં પોતાની અદ્ભૂત સેવા અને વર્લ્ડ ક્લાસ ક્રુઝ અને તેની અોફરો માટે જાણીતી થઇ છે. ફૉરેવર ક્રૂઝ દ્વારા મોટી ઉંમરની વ્યક્તિઅોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને ગૃપ બુકિંગ તેમજ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. દુનિયાના કોઇ પણ સ્થળે કોઇ પણ ક્રુઝ કંપનીની બેસ્ટ અોફર માટે ફૉરેવર ક્રૂઝનો જરૂર સંપર્ક સાધો. વધુ માહિતી માટે જુઅો પાન નં. ૩.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter