આપણા કલાસાધકો : બ્રિટનના સંગીત રસીકોમાં જાણીતું નામ સોનુ ગજ્જર

Tuesday 27th February 2018 12:16 EST
 
 

લંડનમાં વસતા અને માત્ર ૧૪ વર્ષની વયે માતા-પિતાના આશીર્વાદ સાથે સંગીત શીખવાની શરૂઆત કરનાર સોનુ ગજ્જરનું નામ બ્રિટનના સંગીત રસીકોમાં જાણીતું બની ગયું છે. વિખ્યાત ગાયક કલાકારો અમિત કુમાર, અલકા યજ્ઞિક, રાહત ફતેહ અલી ખાન અને મહાન સંગીતકાર કલ્યાણજી અનંદજી અને વિજુ શાહ સાથે ઘણા બધા ટોચના લાઇવ પર્ફોમન્સ આપનાર સોનુ છેલ્લા ૧૫ વર્ષોથી હાર્મની બેન્ડ યુકે દ્વારા યુકેમાં ગીત સંગીત કાર્યક્રમો રજૂ કરે છે.

૧૯૯૬થી યુકેમાં સ્થાયી થયેલા સોનુ ચેરિટી અને કોમ્યુનિટીની ઇવેન્ટ્સ, નવરાત્રીમાં રાસ ગરબા અને ગીત સંગીતના કાર્યક્રમો પ્રમોટ કરે છે. બોલીવુડના જૂના ગીતોને આજના યુવાનોના દિલોમાં જીવંત રાખવા પ્રયાસ કરતા સોનુ ગજ્જર રાજ કપૂર, લક્ષ્મીકાંત પ્યારેલાલ, રફીજી, લતાજી, આશાજી, રાજેશ ખન્ના અને મુકેશજી જેવા વિખ્યાત કલાકારોની 'નાઇટ્સ'ના કાર્યક્રમો માટે વિખ્યાત છે. સોનુ તમિળ-બાંગ્લાદેશ બેન્ડ માટે પણ કામ કરે છે. સોનુને ચેરીટી કાર્યો માટે બેસ્ટ ડ્રમર તરીકે પુરસ્કારો મળી ચૂક્યા છે અને હવે યુકેમાં બાળકોને શીખવવાનું શરૂ કરનાર છે. તેઅો ટૂંક સમયમાં કોન્સર્ટ, નાટક તેમજ ટોચના ગાયક ડૉ. કમલેશ અવસ્થીના કાર્યક્રમોને રજૂ કરનાર છે. સંપર્ક: 07506 169 676.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter