ભગવાન બસવેશ્વરાની 889મી જન્મ જયંતીની ઉજવણી

Wednesday 04th May 2022 08:28 EDT
 
 

લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં લંડન ખાતે ભગવાન બસવેશ્વરાની 889મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય હાઇ કમિશનર ગાયત્રી ઇસ્સાર કુમાર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાા હતા અને ભગવાન બસવેશ્વરા તેમજ ભારતીય બંધારણના ઘડવૈયા
ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 નવેમ્બર 2015ના રોજ ભગવાન બસવેશ્વરાની પ્રતિમા તેમજ ડો. બાબાસાહેબ આંબેડકરના મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. આથી આ બન્ને મહાન વિભૂતિઓને અંજલિ આપવા લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા પણ એક જ દિવસે કાર્યક્રમનું આયોજન કરાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter