શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરનું લંડન સ્પીરીચ્યુઅલ સેન્ટર ખુલ્લુ મૂકાશે

Tuesday 02nd July 2019 14:29 EDT
 

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના લંડન સ્પીરીચ્યુઅલ સેન્ટર Falcon Road, Bushy, WD23 3AD ના ફાલ્કન હોલનું ઉદ્ઘાટન જાન્યુઆરી ૨૦૧૯માં થયું હતું. પૂ,ગુરૂદેવ રાકેશભાઇની પ્રેરણાથી બનેલ આ આધ્યાત્મિક સેન્ટર નાના-મોટા સૌ માટે ખુલ્લુ મુકાશે.
જૈન મંદિર, ગુરૂ મંદિર, મુખ્ય હોલ, કીચન...આદી સુવિધાઓથી સજ્જ થઇ ગયું છે. તા. ૬,૭ અને ૨૭ જુલાઇ ૨૦૧૯ના સવારના ૧૦ થી ૬ અને ૨૮ જુલાઇના બપોરના ૩ થી ૬ "ઓપન હાઉસ'' નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનાથી મેડીટેશન, યોગા વગેરે વિવિધ વર્ગોથી એ ધમધમતું થશે.
ઓપન હાઉસમાં એની પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવશે-આ ટેસ્ટર સેશનનો લાભ લઇ વધુ માહિતગાર બનો.
રવિવાર ૭ જુલાઇના કિંગ જ્યોર્જીસ રીક્રીએશન ગ્રાઉન્ડમાં બુશી ફેસ્ટીવલનું આયોજન બુશી સ્ટુડન્ટસ્ ચેરિટી માટે ફઁડ ફાળા માટે કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે જુઓ એશિયન વોઇસનું પાન નં.૭.
સંપર્ક: 07591 083 156


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter