સંસ્થા સમાચાર (અંક 13 ઓગસ્ટ 2022)

Wednesday 10th August 2022 06:57 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિન પર્વે 13 ઓગસ્ટના રોજ (સાંજે 7.00 વાગ્યાથી મોડે સુધી) શાનદાર સ્ટેજ પર્ફોર્મન્સનું આયોજન થયું છે. કાર્યક્રમની વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્ર પટ્ટણી - 07850 032 392 / ભરત પટેલ 07843 196 228
સ્થળઃ આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4JE
• એસકેએસ સ્વામિનારાયણ ટેમ્પલ - ઇસ્ટ લંડન દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિન પર્વે તા. 15 ઓગસ્ટના રોજ (સાંજે 6.45 કલાકે) ધ્વાજારોહણ સમારોહ યોજાયો છે. વધુ વિગત માટે સંપર્કઃ કિશોર વરસાણી 07720 067 594
સ્થળઃ સ્વામિનારાયણ સ્પોર્ટ્સ વર્લ્ડ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, બ્લેક હોલ રોડ, વોન્સ્ટેડ, લંડન - E11 2QW
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા. 14 થી 16 ઓગસ્ટે (સાંજના 4.30થી 7.00) શિવ પુરાણનો કાર્યક્રમ યોજાયો છે. વધુ વિગત માટે સંપર્કઃ કે. આર. પરાશર 7815 430 077
સ્થળઃ એચસીઆરસી શ્રી દુર્ગા ભવન, 360 સ્પોન લેન, સાઉથ સ્મેથવિક, બર્મિંગહામ
• જલારામ જ્યોત મંદિર - સડબરી દ્વારા 19 ઓગસ્ટના રોજ (સાંજે 5.00થી 9.00)ના રોજ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે ભજન, કૃષ્ણજન્મ દર્શન, કેકકટીંગ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. વધુ માહિતી માટે સંપર્કઃ જલારામ જ્યોત મંદિર - 020 8902 8885
• હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા 27 ઓગસ્ટના રોજ (સાંજે 7.30 વાગ્યાથી મોડે સુધી) શાનદાર બોલિવૂડ ઇવનિંગ અને ગરબાનું આયોજન થયું છે. વધુ વિગત માટે સંપર્કઃ રુપલ પંડ્યા 07853 215 037 / મહેન્દ્ર પટ્ટણી - 07850 032 392
સ્થળઃ આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4JE


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter