સંસ્થા સમાચાર (અંક 16 એપ્રિલ 2022)

Wednesday 13th April 2022 06:34 EDT
 

• હેરો હવેલીમાં શ્રી મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવ, પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી, અમદાવાદ)ના આશીર્વાદ સાથે વૈષ્ણવ સંઘ યુ.કે. સૌ વૈષ્ણવોને હેરોની શ્રીનાથધામ હવેલીમાં તા. ૨૬ એપ્રિલના રોજ બપોરે ૧૨.૦૦થી શ્રી મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવમાં સામેલ થવા નિમંત્રણ પાઠવે છે. આ પ્રસંગે રાજભોગ દર્શન, આરતી, આચાર્યશ્રીને માલા-તિલક ધોતી, ઉપરણા મનોરથ ત્યારબાદ ૫.૩૦થી શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી લાઇવ ઝૂમ ઉપર વચનામૃત કરશે. ઝૂમ વિગત: Meeting ID: 895 0366 4499; Passcode: vsuk
• કેન્ટનમાં શ્રી મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવ, પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી રસિકવલ્લભજી મહારાજશ્રી અને શ્રી શિશિરકુમાર મહારાજશ્રીના સાન્નિધ્યમાં રવિવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૨ના રોજ બપોરે ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન શ્રી વલ્લભાચાર્ય શ્રીમહાપ્રભુજીનો ૫૪૫મો પ્રાગટયોત્સવ ઉજવાશે. સ્થળ: 8th Kenton Scout Centre, 387 Kenton Road, Harrow, HA3 0YG. આ પ્રસંગે વચનામૃત સાથે સર્વોત્તમ સ્તોત્ર પાઠ, કિર્તન, તિલક, ધોતીઉપરણા, પાલના, નંદમહોત્સવ ઉજવાશે ત્યારબાદ મહાપ્રસાદ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter