સંસ્થા સમાચાર (અંક 16 જુલાઇ 2022)

Wednesday 13th July 2022 07:00 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• હિન્દુ મંદિર નેટવર્ક દ્વારા પેન્ડેમિક 2020-21 દરમિયાન હિન્દુ મંદિરોની ભૂમિકા વિષય પર 14 જુલાઇએ નવો રિપોર્ટ રજૂ થશે.
સમયઃ સાંજે 7-30થી 9-00 - સ્થળઃ સ્લોઉ હિન્દુ મંદિર, કિલ ડ્રાઇવ, સ્લોઉ - SL1 2XU
• વિહિપ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે દર રવિવારે સાંજે 6-00થી 7.15 વાગ્યા સુધી સત્સંગ યોજાય છે. સત્સંગ બાદ આરતી અને ભોજન પ્રસાદ થશે.
• નારાયણ સેવા સંસ્થાન-યુકે દ્વારા 16 જુલાઇએ (બપોરે 12.30થી 3.30 - સ્થળઃ બલહામ મંદિર 33, બલહામ હાઇ રોડ SW12 9AL) અને 20 જુલાઇએ (સવારે 10.30થી 2.00 - સ્થળઃ શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, 541a વોરવિક રોડ, ટાયસ્લે, બર્મિંગહામ B11 2JP) ભજન-સત્સંગ યોજાયા છે. જ્યારે 20મી જુલાઇએ (સમયઃ બપોરે 2.00થી 4.00 - સ્થળ લિડિંગ્ટન વિલેજ હોલ, લિડિંગ્ટન સ્વીન્ડન SN4 0HB) માતા કી ચૌકીનું આયોજન થયું છે. કાર્યક્રમના સમાપને મહાપ્રસાદનું વિતરણ થશે. વધુ વિગત માટે સંપર્કઃ ગજેન્દ્ર સિંઘ ભાગરોટ - ફોનઃ 07424 796 134


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter