બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર (નિસ્ડન, લંડન) ખાતે દિવાળી પર્વની ઉજવણી પ્રસંગે 12 નવેમ્બરે સવારે 10.00થી સાંજે 7.00 સુધી દર્શન થશે. આ પર્વે સાંજે 4.00થી 5.30 શારદાપૂજન અને સાંજે 7.30 વાગ્યાથી આતશબાજી (સ્થળઃ ગિબોન્સ રિક્રિએશન ગ્રાઉન્ડ, મંદિર સામે). તા. 13 નવેમ્બર નૂતન વર્ષના પ્રારંભે મંદિર અને હવેલી અન્નકૂટ દર્શન સવારે 10.00થી 9.00 અને દર 15 મિનિટે આરતીદર્શન. બન્ને દિવસે ફૂડ સ્ટોલ્સ પર ગરમ સ્વાદિષ્ટ વ્યંજન મળી રહેશે. દર્શનાથીઓ ખાસ નોંધ લે કે સુરક્ષાના કારણોસર બેગ્સ કે કેમેરા મંદિર કોમ્પલેક્સમાં લઇ જવા દેવાશે નહીં. આવો સામાન રસ્તાની સામે આવેલી સિક્યુરિટી બેગેજ કેબિનમાં જમા કરાવવાનો રહેશે. વધુ માહિતી માટે જૂઓઃ www.neasdentemple.org
• શ્રી નરનારાયણ દેવ ગાદી તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર - સ્ટેનમોર ખાતે દિવાળી અને નૂતન વર્ષ પર્વે વિવિધ ધાર્મિક આયોજન થયા છે. તા. 10 નવેમ્બરે ધનતેરસ, 11 નવેમ્બરે કાળી ચૌદશ - હનુમાનજી પૂજન (સાંજે 6.30થી), 12 નવેમ્બરે લક્ષ્મીપૂજન (સાંજે 5.30થી) અને આતશબાજી (સાંજે 7.30થી), 14 નવેમ્બરે વિક્રમ સંવત 2080નો અન્નકૂટ ઉત્સવ દર્શન (સવારે 7.00થી સાંજે 7.00) અને આરતી (સવારે 7.00થી દર કલાકે), તા. 25 નવેમ્બરે તુલસી વિવાહ લાલજી મહારાજ મંડપ રોપણ તથા તુલસીબાઇ માંડવો (સવારે 10.00થી), મહેન્દી તથા સેરીકો (સાંજે 5.00) બાદમાં મહાપ્રસાદ અને તા. 26 નવેમ્બરે લગ્નપ્રસંગ (સવારે 10.00થી) અને બાદમાં મહાપ્રસાદ. વધુ માહિતી માટે જૂઓઃ www.swaminarayansatsang.com
• બાલમ મંદિર - રાધાકૃષ્ણ - શ્યામ આશ્રમ - શ્રીનાથજી હવેલી દ્વારા દીપોત્સવ પ્રસંગે વિવિધ આયોજન થયા છે. તા. 12 નવેમ્બરે કાળી ચૌદશ અને દિવાળી પર્વે દર્શન સમય સવારે 7.30થી 8.30, 10.30થી 11.00 અને બપોરે 12.00થી 12.30. હાટડી દર્શન સાંજે 6.00થી 7.30, તા. 13 નવેમ્બરે ગોવર્ધન પૂજા સવારે 10.00થી 11.00, અન્નકૂટ દર્શન 3.00થી સાંજે 6.00 બાદમાં મહાપ્રસાદ, તા. 15 નવેમ્બરે ભાઇબીજ લોટીજી ઉત્સવ - બપોરે 12.30થી સાંજે 4.30 બાદમાં મહાપ્રસાદ અને તા. 23 નવેમ્બર તુલસી વિવાહ - રાધાકૃષ્ણ વિવાહ બપોરે 12.30થી સાંજે 4.00 ઠાકોરજી સાઇડ સાંજે 6.00થી 7.30 બાદમાં મહાપ્રસાદ. સ્થળઃ 33 બલહામ હાઇ રોડ, લંડન SW12 9AL. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8675 3831
• શ્રી જય જલારામ સત્સંગ મંડળ - ઇસ્ટ લંડન દ્વારા 19 નવેમ્બરના રોજ (બપોરે 12.00થી સાંજે 6.00) પૂ. શ્રી જલારામ બાપાનો 224મો પ્રાગટ્ય દિન ઉજવાશે. આ પ્રસંગે બપોરે 12.00થી 1.00 સ્વાગતમ્, બપોરે 1.00થી 6.00 ભજન-કિર્તન અને સાંજે 6.00થી 7.00 આરતી-થાળ. સ્થળઃ રામગઢિયા કોમ્યુનિટી સેન્ટર, 231 પ્લાસેટ રોડ, અપ્ટન પાર્ક, લંડન - E13 0QU. વધુ વિગત માટે સંપર્કઃ હિમેશભાઇ પટેલ - ફોનઃ 07909 527978.