સંસ્થા સમાચાર (અંક 6 ઓગસ્ટ 2022)

Wednesday 03rd August 2022 07:09 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટરનું મંદિર પહેલી ઓગસ્ટથી દરરોજ સવારના 8.30થી બપોરના 12.00 અને સાંજે 6.00થી 8.30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જ્યારે આરતી સવારે 10.00 વાગ્યે અને સાંજે 7.15 વાગ્યે થશે. સંસ્થા ખાતે દર રવિવારે સત્સંગ અને આરતી (સાંજે 6.00થી 7.15), મંગળવારે બહેનો માટે સત્સંગ અને આરતી (બપોરે 12.30થી 2.00) અને ગુરુવારે વડીલ સભા (સવારે 11.00થી 1.00) યોજાય છે.
સ્થળઃ વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, ઇલ્ફર્ડ
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા. 7થી 8 ઓગસ્ટે (સાંજના 5.30થી 7.30) ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો છે. વધુ વિગત માટે સંપર્કઃ વસંત મિસ્ત્રી 7713 791 877
સ્થળઃ લીડ્સ હિન્દુ મંદિર, 36 એલેક્ઝાન્ડ્રા રોડ, બર્લે, લીડ્સ - LS6 1RF
• પૂ. શ્રી રસિકવલ્લભજી મહારાજ અને પૂ. શિશિરકુમારજી મહોદય (લંડન-વેરાવળ-મુંબઇ)ની નિશ્રામાં પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય ઉત્સવ - પવિત્રા બારસનો ઉત્સવ તા. 9 ઓગસ્ટના રોજ બપોરે 3.30થી સાંજના 6.00) ઉજવાશે.
સ્થળઃ કેન્ટન સ્કાઉટ સેન્ટર, 387 કેન્ટન રોડ, હેરો HA3 0YG
• સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (એસએમવીએસ-યુકે) દ્વારા પૂ. જાગુબહેન અને પૂ. મહિલા ત્યાગી મુક્તોનું તા. 29 જુલાઇથી 10 ઓગસ્ટ સત્સંગ વિચરણ યોજાયું છે. આ દરમિયાન સવારની સભા (સવારે 7.00થી 9.00), સાંજની સભા (ગુરુ, શુક્ર, શનિ, રવિ - સાંજે 7.00થી 8.30) અને બાલિકા સભા (સાંજે 7.00થી 8.30) યોજાશે. વધુ વિગત માટે સંપર્કઃ પુષ્પાબહેન ભોજાણી - 07917 623 611
સ્થળઃ એસએમવીએસ ટેમ્પલ, 6 બોમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, લંડન - NW9 9RL
• હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિન પર્વે 13 ઓગસ્ટના રોજ (સાંજે 7.00 વાગ્યાથી મોડે સુધી) શાનદાર સ્ટેજ પર્ફોર્મન્સનું આયોજન થયું છે. કાર્યક્રમની વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્ર પટ્ટણી - 07850 032 392 / ભરત પટેલ 07843 196 228
સ્થળઃ આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4JE


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter