સંસ્થા સમાચાર - અંક ૨૩ માર્ચ ૨૦૧૯

Wednesday 20th March 2019 06:42 EDT
 

• વડતાલધામ શ્રી સ્વામીનારાયણ હિંદુ ટેમ્પલ દ્વારા તા.૨૩થી ૨૯ માર્ચ, ૨૦૧૯, સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન પૂ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીની વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું શ્રી સ્વામીનારાયણ હિંદુ ટેમ્પલ, બ્રાઈડલ રોડ, પીનર, લંડન HA5 2SH ખાતે આયોજન કરાયું છે. કથા બાદ દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. કથાનું લાઈવ પ્રસારણ લક્ષ્ય ટીવી પર થશે. કથા દરમિયાન દરરોજ પીનર મંદિરમાં પૂ. સંતો પધારશે અને સવારે ૧૦થી ૧૨ સત્સંગ-કથાવાર્તાનો લાભ આપશે. સંપર્ક. 020 3972 2274
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા૨૪.૦૩.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન શ્રી રામ મંદિર, ૨૨ કિંગ સ્ટ્રીટ, સાઉથોલ UB2 4DAખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર શ્રી રામ મંદિર છે. સંપર્ક. 020 8459 5758
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે તા.૨૨.૦૩.૧૯ સાંજે ૬.૩૦ શેર્ડ વેલ્યુ ૨૦૧૯ – જોશ ફિનબર્ગનું સિતારવાદન- તા.૨૫.૩.૧૯થી ૨૯.૩.૧૯ સાંજે ૬.૧૫ એંગ્લોઈન્ડિયન આર્ટ પ્રોજેક્ટ – એક્ઝિબિશન ‘બ્રેથ ઓફ ફ્રેશ એર’નું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7491 3567
• પંકજ સોઢા પ્રસ્તુત કરે છે સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી અભિનિત ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ તા.૨૪.૦૩.૧૯ને રવિવારથી. સફારી સિનેમા, ૨ સ્ટેશન રોડ, હેરો HA1 2TU
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો • દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો
• દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત
• ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો સંપર્ક. 02920 623 760
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter