સંસ્થા સમાચાર - અંક ૩૦ માર્ચ ૨૦૧૯

Wednesday 27th March 2019 06:17 EDT
 

• ભગવતી શક્તિપીઠ યુકે અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન, ભારત દ્વારા પૂ. સંજીવ કૃષ્ણ ઠાકુરજીના મુખે શ્રી રામ કથાનું તા.૬.૪.૧૯થી ૧૪.૪.૧૯ બપોરે ૩.૩૦થી સાંજે ૭ દરમિયાન KPS સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે.
દરરોજ કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. કથાનું
આસ્થા ટીવી પર લાઈવ પ્રસારણ થશે. સંપર્ક. 01923 903 241
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન અને નેશનલ હેલ્થ ફોરમ એન્ડ વેલબીઈંગ દ્વારા ૧૮મા વાર્ષિક પ્રેસ્ટન હેલ્થ મેલાનું તા.૦૬.૦૪.૧૯ સવારે ૧૧થી બપોરે ૩ દરમિયાન ફોસ્ટર બિલ્ડીંગ UCLAN, પ્રેસ્ટન PR1 2HE ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ અને કેમ્પસ પાર્કિંગ મફત.
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના માર્ચ-૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૯થી તા.૩૧ .સવારે ૯.૩૦ થી સાંજે ૫ યોગ અને સ્વસ્થ સંબંધોની કળા વિશે વર્કશોપ – તા.૨૯ સાંજે ૭ કાનન ગીલ લાઈવ – તીતર -સ્ટેન્ડ અપ કોમેડી સંપર્ક. 020 7381 3086.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE સંસ્થા ખાતે દર ગુરુવારે સવારે ૧૧થી બપોરે ૧ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી ચાલે છે. દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ ચાલે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter