સંસ્થા સમાચાર - અંક ૪ મે ૨૦૧૯

Wednesday 01st May 2019 10:40 EDT
 

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૫.૫.૧૯ સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન સત્સંગનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ તેમજ બપોરે ૧૨.૩૦થી ૧ દરમિયાન ફેમિલી યોગા યોજાય છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૫.૫.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી છે. સંપર્ક. 020 8459 5758
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૦૪.૦૫.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૦૫.૦૫.૧૯ બપોરે ૩ વાગે ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• પુષ્ટિ પરિવાર યુકે દ્વારા તા.૧૨.૫.૧૯ને રવિવારે શ્રી યદુનાથજી મહોદયશ્રીની ઉપસ્થિતિમાં શ્રી મહાપ્રભુ પ્રાગટ્ય ઉત્સવની બપોરે ૪થી સાંજે ૬.૩૦ દરમિયાન કિંગ્સબરી હાઈ સ્કૂલ, ૩૪૭, સ્ટેગ લેન, લંડન NW9 9AEખાતે કરવામાં આવશે. શ્રી યદુનાથજી વચનામૃતનો લાભ પણ આપશે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. ભાવનાબેન લાખાણી 07715 315 891
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો - દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો - દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત - ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો સંપર્ક. 02920 623 760
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના મે - ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨ સાંજે ૬.૩૦ બુક લોંચ – તા. ૩ સાંજે ૬.૩૦ પેનલ ડિસ્કશન – રિમેમ્બરિંગ વી કે કૃષ્ણમેનન - તા.૬ સાંજે ૬.૩૦ સુગતો ભાદૂરીનું મેન્ડોલિન વાદન અને ગાયન. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના મે - ૨૦૧૯ના કાર્યક્રમો - તા. ૯ સાંજે ૭.૩૦ ફ્રેંચ નાટક - ડિપેન્ડન્સીસ – તા.૧૦ સાંજે ૭ એલક્સ ઈન વન્ડરલેન્ડ – તા.૧૧. હિંદુસ્તાની સંગીત, સંતુર વાદન અને ગાયન – તા. ૧૨ હિંદુસ્તાની સંગીત, ફ્લુટ અને સિતાર વાદન. સંપર્ક. 020 7381 3086
• ગેલેક્સી શો લંડન પ્રસ્તુત કરે છે રીતેશ મોભ, ભાવિશા ઠાકુર, યોહાના વચ્છાની, રચના પાકલ અભિનિત નાટક ‘વાઈફ is always રાઈટ’. શોની તારીખ અને સમય - તા.૫.૫.૧૯ બપોરે ૨.૩૦ અને રાત્રે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, પીન વે, રાઈસ્લિપ, મીડલસેક્સ, HA4 7QC સંપર્ક. મહેન્દ્ર પટ્ટણી 07850 032 392 અને જે બી પટેલ 020 8346 2419 – તા.૬.૫.૧૯ બપોરે ૨ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, પીન વે, રાઈસ્લિપ, મીડલસેક્સ, HA4 7QC સંપર્ક. સુધા માંડવિયા 07956 815 101- તા.૯.૫.૧૯ સાંજે ૭ વાગે ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE સંપર્ક. પી આર પટેલ 07957 555 226.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter