સંસ્થા સમાચાર અંક ૬ એપ્રિલ ૨૦૧૯

Thursday 04th April 2019 01:32 EDT
 

• OFBJP UK દ્વારા ‘યુકે રન ફોર મોદી ૨૦૧૯’નું તા.૬.૪.૧૯ સવારે ૧૧ વાગે એક્ઝિટ 1, વેસ્ટમિન્સ્ટર સ્ટેશન, વેસ્ટમિન્સ્ટર, લંડન SW1A 2JRખાતેથી આયોજન કરાયું છે. સંપર્ક. 07440 635 511
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૦૬.૦૪.૧૯ સવારે ૧૧ વાગે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ખેત્રી પૂજા અથવા ઘટસ્થાપન – તા.૬.૪.૧૯ થી તા.૧૩.૪.૧૯ સુધી દરરોજ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન ‘માતા કી ચૌકી’. સંપર્ક. 020
8553 5471
• રાધાકૃષ્ણ ટેમ્પલ, શ્યામા આશ્રમ, ૩૩ બાલમ હાઇ રોડ, લંડનSW12 ખાતે તા.૬ એપ્રિલથી ૧૩ એપ્રિલ, ૨૦૧૯ દરમિયાન ‘રામાયણ’ અને ‘જ્ઞાન સંગીત’ દરરોજ બપોરે ૧ થી ૪ દરમિયાન કુસુમબેન સોલંકી દ્વારા કરવામાં આવશે. આ નવ દિવસ દરમિયાન નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રામાયણની પૂર્ણાહુતિ રામનવમીના દિવસે બપોરે ૧૨ વાગે આરતી સાથે થશે. ત્યારબાદ શ્રીનાથજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવશે, ત્યારબાદ સૌ ભાવિક ભક્તોને આરતી અને મહાપ્રસાદીનો લાભ મળશે. સૌને ભાવભર્યું આમંત્રણ છે.
સંપર્ક: 020 8675 3831
• નારાયણ સેવા સંસ્થાન દ્વારા પૂ. રમણિકભાઈ દવેની વ્યાસપીઠે કથાનું તા.૬.૪.૧૯ થી તા.૧૨.૪.૧૯ સુધી બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન દુર્ગા ભવન, ૩૬૦, સ્પોન લેન S, સ્મેથવીક B66 1AB ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કુલભૂષણ પ્રાસર 07815 430 077
• BAPS સ્વામીનારાયણ સત્સંગ મંડળ, બ્રેન્ટ એન્ડ હેરો દ્વારા તા.૫થી ૭ એપ્રિલ, ૨૦૧૯ દરમિયાન પૂ. યોગવિવેક સ્વામીની ત્રણ દિવસની પારાયણ કથાનું BAPS સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે આયોજન કરાયું છે. તા. ૫ કથા રાત્રે ૮થી ૧૦, મહાપ્રસાદ સાંજે ૭, તા.૬ કથા સાંજે ૭.૧૫થી ૮.૪૫, મહાપ્રસાદ સાંજે ૫.૩૦, તા.૭ કથા સાંજે ૫.૩૦થી ૭, મહાપ્રસાદ
સાંજે ૭. સંપર્ક. ગૌતમભાઈ પટેલ 07389 064 594
• આપણા બહાદૂર જવાનોના માનમાં સુર આંગન ઓરકેસ્ટ્રા ચેરિટી મહેફિલ નાઈટનું શનિવાર તા.૦૬.૦૪.૨૦૧૯ સાંજે ૬ વાગે સેન્ટ વિલ્ફ્રીડ્સ સ્કૂલ, સેન્ટ વિલ્ફ્રીડ્સ વે, ઓલ્ડ હોર્શામ રોડ, ક્રોલી RH11 8PG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વીરેન 07956 272 884
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૦૭.૦૪.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી વલ્લભનિધિ, યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર, ૧૫૯-૧૬૧, વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન લંડન E11 1NP ખાતે તા.૧૩.૦૪.૧૯ શનિવારે ચૈત્રી આઠમ નિમિત્તે બપોરે ૧૨.૩૦થી ૨.૩૦ દરમિયાન હવનનુ આયોજન કરાયું છે. સંપર્ક. 020 8989 7539
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે એપ્રિલ-૨૦૧૯ના કાર્યક્રમો - તા.૬ સવારે ૧૧ થી ૧૨.૩૦ હરિપ્રસાદ ચૌરસિયાનું વાંસળી વાદન – સાંજે ૬.૩૦થી રાત્રે ૯.૩૦ રવિશંકર મેમોરિયલ મ્યુઝિક ફેસ્ટિવલમાં હરિપ્રસાદ ચૌરસિયાનું વાંસળી વાદન – તા.૭ ટી વી શંકરનારાયણનનું કર્ણાટકી ગાયન – તા.૧૨. સાંજે ૭થી રાત્રે ૧૦ નૃત્ય કાર્યક્રમ. સંપર્ક. 020
7381 3086.
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે એપ્રિલ-૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૧ સાંજે ૬.૩૦ ક્લેમ આલ્ફર્ડનું સિતારવાદન – તા.૧૨થી તા.૨૬ સાંજે ૬ જલિયાંવાલા બાગ ઘટનાની શતાબ્દી - ફોટો અને ઓડિયો વીડિયો એક્ઝિબિશન – તા.૧૨ જલિયાંવાલા બાગના ઈતિહાસ વિશે ફિલ્મ સ્ક્રિનીંગ અને પેનલ ડિસ્કશન. સંપર્ક. 020 7491 3567


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter