સંસ્થા સમાચાર - અંક ૯ માર્ચ ૨૦૧૯

Wednesday 06th March 2019 04:59 EST
 

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા૧૦.૦૩.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર મુન્નાભાઈ કચાવા અને પરિવાર (બાલાજી સ્વીટ્સ) છે. સંપર્ક. 020 8459 5758
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૦૯.૦૩.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૦.૦૩.૧૯ બપોરે ૩ વાગે ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882253540
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૬.૩.૧૯ સાંજે ૬.૩૦ વાગે VHPઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8553 5471
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE સંસ્થા ખાતે દર બુધવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ શ્રીમદ ભાગવત પુરાણ તેમજ સાંજે ૮ થી રાત્રે ૯ એડલ્ટ શાખા, દર ગુરુવારે સવારે ૧૧થી બપોરે ૧ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી અને દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ ચાલે છે.
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો - તા.૧૪.૦૩.૧૯ સાંજે ૭થી રાત્રે ૧૦ પુલકિત શર્માનું તબલા વાદન – તા.૧૫.૦૩.૧૯ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૦.૩૦ શાકિરખાનનું સિતારવાદન, તબલા પર પંડિત સંજુ સહાય. સંપર્ક. 020 7381 3086.
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે માર્ચ ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૮ સાંજે ૬.૩૦ ભારતીય સંગીત - શેર્ડ વેલ્યુ ૨૦૧૯ – તા.૧૯ સાંજે ૬.૩૦ ‘ઘાટ્સ’ – બર્નાલી ચટ્ટોપાધ્યાય દ્વારા હિંદુસ્તાની ક્લાસિકલ વોકલ – તા.૨૦ ઓજશ પ્રતાપસિંહ દ્વારા હિંદુસ્તાની ક્લાસિકલ વોકલ. સંપર્ક. 020 7491 3567


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter