સંસ્થા સમાચાર - અંક ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૯

Wednesday 25th September 2019 06:27 EDT
 

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૨૯.૯.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર કમુબેન વછાણી પરિવાર અને માયાબેન પગરાની (દુબઈ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો - તા.૨૮.૯.૧૯ સાંજે ૭ UDALબોડી સ્કેપ નૃત્ય – તા.૩૦.૯.૧૯ સાંજે ૫થી તા.૨.૧૦.૧૯ રાત્રે ૧૦ સાઉન્ડ ઓફ મ્યુઝિક – તા.૧.૧૦.૧૯થી ૭.૧૦.૧૯ સાંજે ૭ આર્ટ એક્ઝિબિશન - એપોઝિટ સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો - તા.૧.૧૦.૧૯ સાંજે ૬.૩૦ હિમાંશુ નંદા - હિંદુસ્તાની બાંસુરી કોન્સર્ટ – તા.૨.૧૦.૧૯ સવારે ૧૧.૩૦ થી તા.૧૧.૧૦.૧૯ સાંજે ૬ દરમિયાન એક્ઝિબિશન - રિલીવ ધ આઈડિયલ્સ ઓફ મહાત્મા ગાંધી થ્રુ આર્ટ. સંપર્ક. 020 7491 3567

ઈન્ડિયા ડેની ઉજવણી 

ભારતીય હાઈ કમિશન દ્વારા ભારતના ૭૩મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું તા.૨૯.૯.૧૯ને રવિવારે સવારે ૧૧થી બપોરે ૪ દરમિયાન ઓસ્ટરલી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, ટેન્ટલો લેન, સાઉથોલ લંડનUB2 4LW ખાતે આયોજન કરાયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter