સંસ્થા સમાચાર - અંક ૫ ઓક્ટોબર ૨૦૧૯

Wednesday 02nd October 2019 06:46 EDT
 

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતે તા.૫.૧૦.૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે સરસ્વતી પૂજન તેમજ તા.૮.૧૦.૧૯ને મંગળવારે રાત્રે ૮ વાગે દશેરા ઉત્સવ – રાવણ દહનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8954 0205

બેન્ડ દ્વારા સારા માનસિક સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે તા.૧૦.૧૦.૧૯ને ગુરુવારે સવારે ૧૧થી બપોરે ૩.૩૦ દરમિયાન યુનિવર્સિટી ઓફ બોલ્ટન, ચાન્સેલર્સ મોલ, યુનિવર્સિટી વે, બોલ્ટન BL3 5AB ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું છે. પ્રવેશ મફત. સંપર્ક. 01204 380643 07549923201

શ્રી તારાપુર, યુકે દ્વારા દિવાળી સંમેલનનું તા.૧૯.૧૦.૧૯ને શનિવારે સાંજે ૫ વાગે બ્લૂરૂમ સ્પોર્ટ્સ વેન્યુ, 220, હેડસ્ટોન લેન, હેરો HA2 6LY ખાતે આયોજન કરાયું છે. સંગીત, રાસ-ગરબાનો કાર્યક્રમ અને ભોજન રાખેલ છે. સર્વે તારાપુરવાસીઓને તથા પરણાવેલી બહેન-દીકરીઓને કુટુંબ સહિત પધારવા આમંત્રણ છે. સંપર્ક. 07771 808 099

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે અખંડ રામાયણ પાઠ (૨૪ કલાક)નું આયોજન કરાયું છે. તા.૧૨.૧૦.૧૯ને શનિવારે સવારે ૧૦ વાગે પાઠ પ્રારંભ, સાંજે ૫ વાગે રામાયણ સ્કીટ અને રાવણ દહન, રાત્રે ૮ વાગે મહાપ્રસાદ તા.૧૩.૧૦.૧૯ને રવિવારે સવારે ૧૧.૩૦ સમાપન યજ્ઞ, આરતી અને પ્રસાદી. સંપર્ક. 020 8553 5471

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૫૫,આલ્બર્ટ રોડ, ઈલ્ફર્ડ IG1 1HU ખાતે તા.૬.૧૦.૧૯ને રવિવારે સવારે ૧૦.૩૦ વાગે સેવા ડે અંતર્ગત ટેમ્પલ ક્લિન અપમાં ક્લિનિંગ, ડેકોરેટિંગ, ગાર્ડનીંગ અને કોમ્યુનિટી સેન્ટરમાં નવું કીચન બનાવવાનું આયોજન કરાયું છે. સંપર્ક. 07956 556 613

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૦૬.૧૦.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર શીલાબેન તથા રમણભાઈ પટેલ અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના ઓક્ટોબર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૫થી તા.૯.૧૨.૧૯ સુધીના ભગવદ ગીતા કોર્સનો પ્રારંભ તા.૬ બપોરે ૧ ‘બનારસ’ ડોક્યુમેન્ટરી ફિલ્મ. સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના ઓક્ટોબર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૫ બપોરે ૨.૩૦ એસ એલ ભીરપ્પાનું જીવન અને કવન - તા.૧૧ સાંજે ૬ સુધી એક્ઝિબિશન - રિલીવ ધ આઈડિયલ્સ ઓફ મહાત્મા ગાંધી થ્રુ આર્ટ. સંપર્ક. 020 7491 3567

•  જૈન નેટવર્કના ઉપક્રમે આયંબીલ ઓળી - જૈન નેટવર્કના ઉપક્રમે નવી જગ્યામાં શનિવાર તા. ૫-૧૦-૧૯ થી રવિવાર તા.૧૩.૧૦.૧૯ સુધી આયંબિલની ઓળી ઉજવાશે. સોમવાર ૧૪ ઓક્ટોબરે પારણાં થશે.કાર્યક્રમ: સવારે ૯ થી ૧૦ સ્નાત્ર પૂજા. સવારે ૧૧ થી ૧૨.૧૫ શ્રીપાલ-મયણાસુંદરી રાસ અને વાર્તાલાપ શ્રી મનહરભાઇ મહેતા સંગ. બપોરે ૧૨ થી ૧.૩૦ આયંબિલ.આયંબિલ માટે આપનું નામ રજીસ્ટર કરાવવા વિનંતિ. વધુ વિગત માટે સંપર્ક: બીના હોલ્ડન 07817 404 163 અથવા સેન્ટર; 020 8200 0828 નવું સ્થળ: Flight Ways, Resource Centre, Near Health Centre, The Concourse, Colindale, London NW9 5UK બસ નં.: ૨૦૪, ૩૦૩ અને ૧૮૬ બસ સ્ટોપ ; ધ ક્વેકર્સ


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter