સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે

Tuesday 15th May 2018 06:37 EDT
 

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેની ખાસ સાધારણ સભાનું લંડનના વેમ્બલી સ્થિત સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે તા.૧૩.૫.૧૮ને રવિવારે આયોજન કરાયું હતું. સભામાં ઉમેદવારી અને ચૂંટણી બાદ ચૂંટણી અધિકારી કાંતિભાઈ નાગડાએ એક્ઝિક્યુટિવ કમિટીના નવા ચૂંટાયેલા સભ્યોના નામોની જાહેરાત કરી હતી.

નવી કમિટીના સભ્યોમાં ભાનુભાઈ પંડ્યા, સી બી પટેલ, દીપક પટેલ, જી. પી. દેસાઈ, ઘનશ્યામભાઈ એમ. પટેલ, હેમેશ પટેલ, જયરાજ ભાદરણવાળા, જયંત પટેલ, કલાબેન પટેલ, મહેન્દ્રસિંહ જાડેજા, પી. જી. પટેલ, રાજેશ પટેલ અને સુલોચનાબેન સેઠીનો સમાવેશ થાય છે. જ્યારે ટ્રસ્ટીઓ તરીકે જીતેન્દ્ર પટેલ, શરદ પરીખ અને સુમંતરાય દેસાઈ ચૂંટાઈ આવ્યા હતા.

સોસાયટીના ચેરમેન તરીકે ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા.

ચૂંટાયેલી કમિટીમાંથી ચેરમેન સી બી પટેલ હોદ્દેદારોની વરણી કરશે અને સોસાયટી વધુ ગતિશીલ બને અને તમામ ભારતીયોનું પ્રતિનિધિત્વ થઈ શકે તે માટે એક્ઝિક્યુટિવ કમિટીમાં વધુ ચાર સભ્યોની પસંદગીમાં સહભાગી થશે.

વધુ માહિતી માટે સંપર્ક. કમલ રાવ 07875 229 211 email: [email protected]


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી