સિસ્ટર જયંતીની નિશ્રામાં રાજ યોગ શિબિર

Thursday 16th June 2022 05:53 EDT
 
 

યુએન દ્વારા દર વર્ષે થતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્લોબલ કોઓપરેશન હાઉસ - લંડન દ્વારા ‘રાજ યોગ - ફોર ધ માઇન્ડ’ શિબિરનું આયોજન થયું છે. રાજ યોગના શિક્ષક તરીકે 50 વર્ષથી સેવા આપતાં સિસ્ટર જયંતીની નિશ્રામાં આ શિબિર યોજાશે. ઉલ્લેખનીય છે કે સિસ્ટર જયંતી બ્રહ્માકુમારીઝના તેમજ જિનિવા ખાતે યુએનમાં બ્રહ્માકુમારીઝનું પ્રતિનિધિત્વ કરતા એનજીઓના એડમિનિસ્ટ્રેટિવ હેડ તરીકે પણ કાર્યરત છે. વિનામૂલ્યે યોજાનારી આ શિબિરમાં કોઇ પણ વ્યક્તિ રૂબરૂ ભાગ લઇ શકે છે અથવા ઓનલાઇન જોડાઇ શકે છે.
• તારીખ અને સમયઃ ગુરુવાર - 16 જૂન, સાંજે 7-00થી 8-30
• સ્થળઃ ગ્લોબલ કોઓપરેશન હાઉસ, 65-67 પાઉન્ડ લેન, લંડન, NW10 2HH
• ઓનલાઇન જોડાવા માટેઃ wwwglobalcooperationhouse.org/WATCHLIVE


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter