સુમંતભાઇ અને અમૃતભાઇ દેસાઇના માતુશ્રી શાંતાબેન દેસાઇનું અવસાન

Tuesday 10th April 2018 15:25 EDT
 
 

જાણીતા અગ્રણી લાયન શ્રી સુમંતભાઇ દેસાઇ અને શ્રી અમૃતભાઇ દેસાઇના માતુશ્રી અને સંગત એડવાઇસ સેન્ટર, હેરોવિલ્ડના ટ્રસ્ટી અને જાણીતા સામાજીક અગ્રણી શ્રી કાંતિભાઇ નાગડાના સાસુમા શ્રીમતી શાંતાબેન ગુલાબભાઇ દેસાઇનું ગત શુક્રવાર તા. ૬ એપ્રિલ ૨૦૧૮ના રોજ ટૂંકી બીમારી બાદ ૯૬ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું છે.

સદ્ગત પોતાની પાછળ દિકરીઅો નિરંજના નાયક, ઇંદીરા દેસાઇ, રમીલા વેલાની, ભાનુ નાગડા, સરોજ નાયક, નિલા દેસાઇ તેમજ પુત્રવધૂઅો ઇંદીરા દેસાઇ અને અકામા દેસાઇ સહીત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. સદ્ગતની અંતિમયાત્રા ગુરૂવાર તા. ૧૨-૪-૨૦૧૮ના રોજ સાંજે ૪ કલાકે હેન્ડન ક્રિમેટોરિયમ, હોલ્ડર્સ હિલ રોડ, લંડન NW7 1NB ખાતે થશે.

પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના અત્માને શાંતિ અર્પે અને સ્વજનોને આ આઘાત જીરવવાની શક્તિ આપે તેવી 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી પ્રાર્થના.

સંપર્ક: બિંદલ દેસાઇ 07957 691 310તથા કાંતિભાઇ નાગડા 020 8204 9246.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter