સ્કાયલિંક ટ્રાવેલ એન્ડ ટૂર્સ હવાઈ, કોચ, ક્રૂઝ અને યાત્રા પ્રવાસના આયોજનમાં યુકેમાં મોખરે

Tuesday 13th February 2018 05:53 EST
 
 

યુકેના વેમ્બલીમાં છેલ્લા ૧૩ વર્ષથી કાર્યરત સ્કાયલિંક ટ્રાવેલ એન્ડ ટૂર્સ લિમિટેડ હવાઈ, કોચ, ક્રૂઝ અને યાત્રા પ્રવાસના આયોજનમાં કુશળ છે. કૈલાસ માનસરોવર, ચારધામ, અમરનાથ જ્યોતિર્લિંગ અને અન્ય ઘણાં પવિત્ર સ્થળોની યાત્રા તેમની વિશેષતા છે. 

યુકેના રહેવાસીઓ ધાર્મિક યાત્રાએ જવાનું પસંદ કરતા હોવાથી તેમને ધ્યાનમાં રાખીને અનિલભાઈ ભાગીએ સ્કાયલિંક ટ્રાવેલ એન્ડ ટૂર્સની શરૂઆત કરી હતી. ભૂતકાળમાં આ યાત્રાળુઓને ભારત અથવા નેપાળના ઓપરેટરોનો સીધો સંપર્ક કરવો પડતો હતો, જે ખૂબ મુશ્કેલ અને વધુ સમય માગી લે તેવું હતું. અનિલભાઈ ભોજન, રહેવાની સુવિધા જેવી ગ્રાહકોની મૂળભૂત જરૂરિયાતોને સમજીને યાત્રાનું આયોજન કરતી વખતે આ બાબતોને જ વધુ મહત્ત્વ આપતા હતા.

અનિલ ભાગી જણાવે છે, 'દરેક યાત્રા અમારા માટે પાઠ હોય છે અને દરેક યાત્રી શિક્ષક છે. અમે દરેક યાત્રી પાસેથી શીખીએ છીએ અને ભવિષ્યની યાત્રાઓમાં તેમના તમામ સૂચનોને અમલમાં મૂકવાનો પ્રયાસ કરીએ છીએ.'

સ્કાયલિંક જાહેરાત કરતા ગૌરવ અનુભવે છે કે સ્કાયલિંક માત્ર ૮ પ્રવાસીઓ સાથે પ્રાઈવેટ કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન કરી શકે છે. કોઈપણ ટુર ઓપરેટર દ્વારા આ પ્રકારની ટુરનું આ સંભવતઃ પ્રથમ આયોજન હશે. સ્કાયલિંકે નાના પરિવાર અથવા મિત્રોના ગ્રૂપ માટે આ યાત્રા શરૂ કરી છે. તે ઉપરાંત હેલિકોપ્ટર દ્વારા ચારધામ યાત્રા પણ શરૂ કરી છે.

અમને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી ૨૦૧૩માં યુકેના ગ્રાહકો માટે દરિયામાં ગણેશ વિસર્જન સાથે ક્રૂઝ પર કથાનું આયોજન કરનારી સ્કાયલિંક કદાચ યુકે સ્થિત પ્રથમ ટુર કંપની હતી. ત્યારથી કંપનીએ વિશ્વના જુદા જુદા સ્થળો તરફ મુસાફરી કરતા ક્રૂઝ શિપ પર ભાગવત કથા, રામ ચરિત માનસ, શિરડી સાઈકથા અને જલારામ બાપા કથાનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. આ પરંપરા ૨૦૧૮માં પણ જાળવી રાખી છે. અમે નવેમ્બર, ૨૦૧૮માં જલારામ કથા ઓન ક્રૂઝનું આયોજન કરી રહ્યા છીએ.

સ્કાયલિંકની ખાસ વિશેષતા અલાસ્કા, કેરિબિયન, મેડિટરેનિયન, ગ્રીક આઈલ્સ, પનામા કેનાલના ક્રૂઝ પ્રવાસ છે.

સ્કાયલિંકના વધુ દિવસના હવાઈ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ, ચીન, વિયેતનામ – કમ્બોડિયા, સાઉથ આફ્રિકા, ભારત, જાપાન – કોરિયા, ઈસ્ટ આફ્રિકા અને અન્ય ઘણાં દેશોને આવરી લેવાય છે. જ્યારે કોચ હોલિડેઝમાં સ્કોટલેન્ડ, આઈલ ઓફ વાઈટ, વેલ્સ, કોર્નવોલ અને આયર્લેન્ડ તેમજ યુરોપના પ્રવાસમાં પેરિસ-ડિઝનીલેન્ડ, બેલ્જિયમ-હોલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ઈટલી અને યુરોપના અન્ય ભાગોને આવરી લેવાય છે.

સ્કાયલિંક વિશ્વના કોઈ પણ ભાગ તરફની ટેલરમેડ ગ્રૂપ અથવા અંગત ટ્રીપ્સનું આયોજન કરી શકે છે. ૨૦૧૮ના પ્રવાસોનું બ્રોશર, કૈલાસ અથવા ચારધામ યાત્રાની ફ્રી ડીવીડી અથવા ગ્રૂપ ડિસ્કાઉન્ટ માટે સંપર્ક કરો.

ફોનઃ: 020 8902 3007, ઈમેલ : [email protected] વેબસાઈટ: www.skylinkworld.co.uk


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી