હાઉસ ઓફ કોમન્સમાં ‘ગીતા જયંતી’

Thursday 06th December 2018 06:05 EST
 
 

લંડનઃ સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓ માટે અતિ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ ધર્મગ્રંથ ‘ભગવદ્ ગીતા’ના અવતરણ દિન ‘ગીતા જયંતી’ને ૧૭ ડિસેમ્બર, સોમવારે બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં ઉજવવામાં આવશે. આ કાર્યક્રમના યજમાન બ્રિટિશ હિન્દુઓ માટેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના અધ્યક્ષ અને સાંસદ બોબ બ્લેકમેન છે.

જીયાર એજ્યુકેશનલ ટ્રસ્ટ (JETUK), વિશ્વ હિન્દુ પરિષદ (VHP-UK), કોલેજ ઓફ વેદિક સ્ટડીઝ-લેસ્ટર, ચેમ્સફર્ડ હિન્દુ સોસાયટી, અક્ષયપાત્ર યુરોપ, હિન્દુ લોયર્સ એસોસિયેશન (HLA), શ્યામ, નેપાલીઝ હિન્દુ ફોરમ યુકે, ઓક્સફર્ડ ગણેશ સેવા સમિતિ, KAHO (કરુણાદિના અનિવાસી હિન્દુગાલા ઓક્કુટા) સહિત અનેક સંગઠનો અને સમાન વિચારધારાના જૂથોના સહકારથી સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એકસેલન્સ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

‘ભગવદ્ ગીતા’ના સારતત્વને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં કોર્પોરેટ સેક્ટર, ચેરિટી, કળા, પર્યાવરણ, બિઝનેસ, રાજકારણ, કાયદા, જીવન અને સંરચના સહિતના વિશ્વમાં કેવી રીતે લાગુ કરી શકાય તેના વિશે નિષ્ણાતો અને અનુભવીઓ પોતાના વિચારોનું આદાનપ્રદાન કરશે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter