આપના બીઝનેસના પ્રચાર-પ્રસારની અણમોલ તક

- કોકિલા પટેલ Wednesday 09th May 2018 11:21 EDT
 
 

મઘતા મઘતા ફૂલોની મૌસમ સાથે બ્રિટનમાં સૌના તન-મનને તાજગી બક્ષે એવો અાહલાદક સમર અાવી ગયો છે ત્યારે ગાત્રો થીજાવે એવા અંધારિયા શિયાળાથી કંટાળેલા અાપણા ભારતીય ભાઇ-બહેનો "ગુજરાત સમાચાર - એશિયન વોઇસ" દ્વારા યોજાતા "અાનંદ મેળા"ની અાતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી અા લોકપ્રિય સાપ્તાહિકો દ્વારા અાયોજિત અાનંદ મેળો સૌને માટે અાનંદદાયક અને યાદગાર બની રહ્યો છે. અા વર્ષે શનિવાર તા. ૯ અને રવિવાર, તા. ૧૦ જૂનના રોજ ભવ્ય "અાનંદ મેળા"નું અાયોજન લંડનના હેરો સ્થિત હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલમાં કરવામાં અાવ્યું છે. યુ.કે.માં વસતા તમામ ભારતીય વડીલો, માતાઅો, ભાઇ-બહેનો "અાનંદ મેળા"માં હરખભેર અાનંદના હિંડોળે ઝૂલે એવા ભાતીગળ કાર્યક્રમો સ્ટેજ પર રજૂ થશે.
અાપ સૌ સવારથી મોડી સાંજ સુધી મોજમસ્તીથી ભરપેટ ખાઇ-પી મેળામાં મ્હાલી શકો એ માટે અમે જાતજાતની સ્વાદિષ્ટ ગરમાગરમ વાનગીઅો, મિઠાઇઅો, ચટપટા ફરસાણ સહિત ગરમીમાં ઠંડક આપે એવા બરફના શરબતી ગોલા, શેરડીનો રસ, આઇસ્ક્રીમ સાથે ગરમ-ઠંડા પીણા, લહેજતદાર ચ્હા-કોફીના વિવિધ સ્ટોલ્સનું વ્યવસ્થિત અાયોજન કર્યું છે.
ખાણી-પીણી સાથે રાસ-ગરબા, ભારતીય પરંપરાગત નૃત્યો, બોલીવુડ ડાન્સ, સુગમ સંગીત, ફિલ્મી ગીતો સાથેના સર્વોત્તમ સાંસ્કૃતિક કાર્યક્રમો સતત સ્ટેજ પર રજૂ થશે. સાથે સાથે ભારતની સર્વશ્રેષ્ઠ કલાકારીગરીના બેનમૂન અાભૂષણો, વસ્ત્રો-પોશાક, ગૃહ સજાવટની વસ્તુઅો, સૌદર્ય પ્રસાધનો-શૃંગાર ઇત્યાદિ સ્ટોલ્સમાં અારામથી ફરીને ખરીદી કરી શકશો. ઘરગથ્થુ વેપાર-ગૃહઉદ્યોગ કરતા ભાઇ-બહેનોએ મેળામાં કમાણી કરવા સાથે પોતીકા બીઝનેસના કાર્ડ દ્વારા પ્રચાર-પ્રસાર કરી ગ્રાહકો વધારવાનો આ અમૂલ્ય અવસર છે, એટલું જ નહિ પણ તમારા સ્ટોલમાં પ્રદર્શિત ચીજ-વસ્તુઓની તસવીરો અમારા અખબારો અને ટી.વી પડદે પણ પ્રચલિત થાય એ નફામાં...!!
અત્રેની કેટલીક ગુજરાતી સંસ્થાઅો અાપણી યુવા પેઢીમાં કેવા સુસંકારોનું સિંચન કરી રહી છે એના તાદ્રશ્ય ઉદાહરણો બાળ નૃત્યો, ગીત-સંગીત અને ગરબા રૂપે જોવા મળશે. ગુજરાતની યાદ તાજી કરાવે એવો ખરેખરો ભાતીગળ મેળો મ્હાલવો હોય તો તા. ૯ જૂન, શનિવાર અને તા. ૧૦ જૂન રવિવારે સવારથી હેરો લેઝર સેન્ટરમાં અાવવાનું રખે ચૂકતા.
'અાનંદ મેળા'માં મેળામાં અાપનો સ્ટોલ બુક કરાવવા અાજે જ સંપર્ક કરો 0207 749 4085. જે કોઇ ભાઇ-બહેન અથવા યુવા-બાળ કલાકાર પોતાની કલાનિપૂણતાને સ્ટેજ પર રજૂ કરવા ઇચ્છતા હોય તેઅોએ ઇમેલથી સત્વરે
[email protected]નો સંપર્ક કરવો.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી