૧૪ ફેબ્રુઆરીએ "પિતૃવંદના" કરતા સવિશેષ કાર્યક્રમની Zoom link

Wednesday 03rd February 2021 08:13 EST
 
 

‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રવિવાર, તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ બપોરે ૨.૦૦થી ૪.૦૦ દરમિયાન "પિતૃવંદના" કરતો સવિશેષ કાર્યક્રમ રજૂ કરવાનું સુંદર આયોજન થયું છે. કોરોનાકાળમાં આપણા ઘણા ભાઇ-બહેનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એનો કારમો ઘા કદીએ, કોઇ નહિ રુઝવી શકે પરંતુ અમે આ કપરાકાળમાં આપ સૌ હળવાશ અનુભવી શકો, મનને હળવું કરી શાંતિનો અનુભવ કરી શકો એ માટે અમે આવા વિવિધ કાર્યક્રમોને ઝૂમ ઉપર રજૂ કરવાનું આયોજન કર્યું છે. ૧૪ ફેબ્રુઆરીએ અમદાવાદના સ્ટુડિયો પરથી ગુજરાતનાં વિખ્યાત સ્વરકિન્નરી માયા દીપક તથા નિલેશ વ્યાસ અને એમનું કલાવૃંદ આ ઓનલાઇન ઝૂમ કાર્યક્રમમાં પિતૃવંદના કરતાં લોકપ્રિય ગુજરાતી-હિન્દી ગીતો, ભજનો રજૂ કરશે.
આ કાર્યક્રમમાં ભાગ લઇ તમે પણ તમારા પરમ વંદનીય દિવંગત પિતાને ભાવાંજલિ આપી શકશો. “પિતૃવંદના"ના આ વિશેષ કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે "ધામેચા કેશ એન્ડ કેરી"ના ડાયરેકટર પ્રદીપભાઇ ધામેચા અને પરિવારજનો ઉપસ્થિત રહેશે. ભારત અને બ્રિટનમાં સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓમાં ઉદાર સખાવતો કરનાર લોહાણા સમાજના શ્રેષ્ઠી, ધામેચા પરિવારના આધારસ્તંભ સમા દિવંગત મુરબ્બી શ્રી ખોડીદાસભાઇ ધામેચાની એ દિવસે પ્રથમ પૂણ્યતિથી હોવાથી જામનગરના આણંદાબાવા આશ્રમના મહંત પૂ.દેવીપ્રસાદજી પણ એમનું વકતવ્ય રજૂ કરી ભાવાંજલિ આપશે. બે-અઢી કલાકના આ ઓનલાઇન 'ઝૂમ' કાર્યક્રમનું સંચાલન બ્રાયટન સ્થિત ધીરૂભાઇ ગઢવી અને 'ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલ કરશે.
 "પિતૃવંદના" કરતા આ કાર્યક્રમમાં ભારતીય વિદ્યાભવનના ડિરેકટર નંદકુમારજી અંગ્રેજીમાં પિતૃવંદના વિષે ટૂંકમાં રજૂઆત કરશે. ૧૪ ફેબ્રુઆરી એટલે પ્રેમપ્રગટ કરવાનો દિવસ. માયા દીપક આ પ્રસંગે થોડા પ્રણયગીત પણ રજૂ કરશે. આ કાર્યક્રમ અંગે તમારા કોઇ સૂચન હોય તો કાર્યાલયને અથવા તો ઇમેલ દ્વારા મોકલી શકો છો.
“ગુજરાત સમાચાર Asian Voice સાથે સહયોગી સંસ્થા બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આ સંસ્થા અને Zoomનું સંચાલન કરનાર એના ટેકનિશ્યનો અનંતભાઇ સૂચક, મહેન્દ્રભાઇ ચૌહાણ તથા કેતનભાઇ પટેલનો પરિચય અમે આ અંકમાં પ્રસિધ્ધ કર્યો છે. નીચે આપેલી વિગતો સાથે આપ આ Zoomકાર્યક્રમમાં જોડાઇ શકો છો. તમે તમારા સગા-સંબંધી, મિત્રોને પણ આ વિગત ફોરવર્ડ કરી શકો છો.
Meeting ID: 825 6492 7789
Passcode: 739908


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter