28 મેના રોજ લંડનમાં યોજાશે ‘જિન્જા રિયુનિયન 2023’

Thursday 25th May 2023 10:52 EDT
 
 

લંડનઃ શહેરની રેડિસન રેડ હોટેલ - હિથ્રો ખાતે રવિવાર 28 મેના રોજ સવારે 10.00થી સાંજના 6.00 ‘જિન્જા રિયુનિયન 2023’ યોજાયું છે. આ મેળાવડામાં જિન્જાના વતનીઓ અને તેમના જીવનસાથીઓ હાજરી આપી શકે છે.
જિન્જા રિયુનિયન કમિટી વતી માહિતી આપતા ભરતભાઇ ઘેલાણીએ કહ્યું હતું કે જિન્જાના આસપસાના ગામો કે નગરોમાં રહેતા અને અભ્યાસ માટે જિન્જામાં સ્થાયી થયેલા, અભ્યાસ માટે જિન્જામાં સગાસંબંધીઓને ત્યાં રહેતા તેમજ બોર્ડિંગ હાઉસમાં રહીને જિન્જાની શાળામાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે આપણા સમાજના કેટલાક સભ્યોએ જિન્જા છોડ્યા બાદ છેલ્લા 50 વર્ષમાં દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રે ઉલ્લેખનીય સિદ્ધિ-સફળતા હાંસલ કર્યા છે. આમાંથી અમે ટોપ-10 મહાનુભાવોને અમે જિન્જા રત્ન એવોર્ડથી સન્માનિત કરવાના છીએ. જગદીશ બલસારાની પ્રેરણા અને માર્ગદર્શનથી આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter