GCSEના વિદ્યાર્થીઅો માટે યોજાનાર વક્તૃત્વ સ્પર્ધાને સુંદર સહયોગ: તા. ૧૭મી જૂન ૨૦૧૮ રવિવારના રોજ કેનન્સ હાઈસ્કૂલ, એજવેર ખાતે આયોજન

Tuesday 15th May 2018 10:19 EDT
 

ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે યોજવામાં આવનાર ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધાના આયોજનને ગુજરાતી શિખવતી વિવિધ શાળાઅો તરફથી ખૂબ જ સુંદર સફળતા સાંપડી છે. બ્રિટનના વિવિધ િવસ્તારોમાં ચાલતી ગુજરાતી શાળાઅોના સંગઠન કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ્સ, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અને અન્ય સંસ્થાઅો દ્વારા ચલાવવામાં આવતી ગુજરાતી શાળાઅોના સંચાલકો દ્વારા વક્તૃત્વ સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગની ખાતરી આપવામાં આવી છે.

વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન તા. ૧૭મી જૂન ૨૦૧૮ રવિવારના રોજ સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ દરમિયાન કેનન્સ હાઈસ્કૂલ, એજવેર, HA8 6AN ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૧થી ૧૭ વર્ષની વય સુધીના ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર ૫ કે ૭ મિનિટ સુધી બોલવાનું રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ તેમની ગુજરાતી શાળા મારફત પ્રવેશપત્ર ભરવાનું રહેશે જેનું ફોર્મ આ સાથે જોડવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર (Certificate of Appreciation) આપવામાં આવશે અને પ્રથમ વિજેતાને આઇપેડ અને અન્ય વિજેતાને પ્રોત્સાહક ઇનામો ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ઈનામો અંગે સહયોગ આપવા અમે વિનબંતી કરી છે. વિજેતા વિદ્યાર્થીની પસંદગી સ્વતંત્ર નિર્ણાયક સમિતિ કરશે. વિજેતાની પસંદગી ભાષાશુદ્ધિ, વ્યાકરણ શુદ્ધિ, સ્વતંત્ર વિચારો, સમયમર્યાદા અને આત્મવિશ્વાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

આપના પ્રવેશપત્ર તા. ૩૧-૫-૨૦૧૮ સુધીમાં ગુજરાત સમાચાર કાર્યાલયને મોકલવા વિનંતી છે. આ સ્પર્ધા વિષે વધુ વિગતો જાણવા અને ગુજરાતી ભાષાના પ્રસાર, પ્રચાર અને સંવર્ધન માટે સહાય કરવા માંગતા હો અથવા સોનેરી સૂચનો રજૂ કરવા માંગતા હો તો અમારો સંપર્ક કરવા વિનંતી છે.

કલ્પેશ પાંઢી - [email protected] / 0789 49 89 103

કોકિલાબેન પટેલ [email protected] / 07875 229 177

કમલ રાવ [email protected] / 07875 229 211


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી