હુમલાનું કાવતરું ઘડનારને આજીવન કેદ

Wednesday 13th March 2019 03:31 EDT
 
 

લંડનઃ ઈસ્લામ ધર્મ અંગીકાર કરીને આતંકવાદી બનેલા ‘ધ ઈગલ’ના નામથી કુખ્યાત ૨૭ વર્ષીય લુઈસ લુડલોને ઓલ્ડ બેઈલી કોર્ટ દ્વારા ઓછામાં ઓછાં ૧૫ વર્ષ સાથે આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી.

અગાઉ પોસ્ટમેન તરીકે ફરજ બજાવી ચૂકેલા લુડલોએ સેન્ટ્રલ લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટ પર આવેલા ડિઝની સ્ટોર બહાર લોકોની ભીડ પર વાન ચડાવી દઈને ઓછામાં ઓછાં ૧૦૦ લોકોનું મોત નીપજાવવાનું કાવતરું ઘડ્યું હતું. સ્કૂલમાં તેને હેરાન પરેશાન કરાયા બાદ તે ઉદ્દામવાદી બનવા પ્રેરાયો હોવાનું કોર્ટને જણાવાયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter