૨૫ ટકા જેટલાં કોર્સની ડિગ્રીમાં અભ્યાસના પ્રમાણમાં ઓછી આવક

Wednesday 09th January 2019 02:17 EST
 
 

લંડનઃ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સે જે કોર્સનો અભ્યાસ કર્યો હોય છે તેમાં ૨૫ ટકા જેટલી ડિગ્રીઓનું પૂરતું નાણાંકીય વળતર મળતું ન હોવાનું સેન્ટર રાઈટ થીંક ટેંક ‘ઓનવર્ડ’ના અભ્યાસમાં જણાયું હતું. તેમાં વિદ્યાર્થીએ ટ્યૂશન ફીમાં જે રકમ ખર્ચી હોય છે તે પણ સરભર થઈ શકતી હોતી નથી.

સરેરાશ વિદ્યાર્થી ૫૦,૦૦૦ પાઉન્ડ જેટલી રકમની ટ્યૂશન ફી અને મેઈન્ટેનન્સ લોન લઈને તેમજ ગરીબ તથા પોતાના વાલી તરફથી ઓછી નાણાંકીય સહાય મેળવનાર અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી તેનાથી વધુ રકમના ખર્ચે ગ્રેજ્યુએટ થાય છે.

અહેવાલ મુજબ ઘણાં યુવાનો યુનિવર્સિટીના અભ્યાસ માટે લોન લે છે કારણ કે ગ્રેજ્યુએટ થવું આર્થિક રીતે સારુ રહેશે તેમ તે માને છે. જોકે, વિશ્લેષણમાં જણાયું હતું કે ૨૦૧૫-૧૬માં ૪૦ ટકા ગ્રેજ્યુએટ્સે જે કોર્સ લીધો હતો તેમાં પાંચ વર્ષ પછી ૨૫,૦૦૦ પાઉન્ડ કરતાં પણ ઓછી આવક કમાઈ શક્યા હતા.

સૌથી જાણીતા કેટલાંક કોર્સમાં તો તેમને સૌથી ઓછી કમાણી થઈ હતી. ૨૦૧૬-૧૭માં લગભગ ૧૨૬,૦૦૦ વિદ્યાર્થીઓએ ક્રિએટીવ આર્ટ્સના કોર્સમાં પ્રવેશ લીધો હતો. પરંતુ, તેમણે યુનિવર્સિટી છોડી તેના દસ વર્ષ પછી સરેરાશ ગ્રેજ્યુએટની આવક માત્ર ૨૩,૨૦૦ પાઉન્ડ રહી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter