૨૯ વર્ષીય મૂળ ભારતીયનું હીટ એન્ડ રનમાં મૃત્યુ

Wednesday 04th September 2019 03:07 EDT
 
 

બર્મિંગહામઃ વેસ્ટ મીડલેન્ડમાં બર્મિંગહામ નજીક હેન્ડ્સવર્થમાં બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં ભારતીય મૂળના ૨૯ વર્ષીય રાજેશ ચાંદનું મૃત્યુ થયું હતું. ૩૧ ઓગસ્ટની વહેલી સવારે તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક કારચાલકે તેને ટક્કર મારી હતી. કારચાલક ત્યાંથી નાસી ગયો હતો.

આ મામલે વેસ્ટ મીડલેન્ડ પોલીસે ૩૦ વર્ષીય એક પુરુષની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિને જોખમી ડ્રાઈવિંગ દ્વારા મૃત્યુ નીપજાવવાના કારણસર કસ્ટડીમાં રખાશે. પોલીસે કોઈ વ્યક્તિએ આ ઘટનાને નજરે જોઈ હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી.

ડિટેક્ટિવ સાર્જન્ટ પોલ હયુજીસે જણાવ્યું હતું કે તેઓ NJ60 UOX બ્લેક ઔડી એ ૪ એસ લાઈન એસ્ટેટ કારની શોધ કરી રહ્યા છે. તેમણે જે લોકોને આ કાર વિશે માહિતી હોય તેમને સંપર્ક કરવા જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter