તા. ૧૦ નવેમ્બર થી ૧૬ નવેમ્બર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 09th November 2018 10:07 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહ માનસિક દૃષ્ટિએ ઘણું સારું રહેશે. મનનો બોજ હળવો થતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહવર્ધક બનશે. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય લોનો વગેરે મેળવી શકશો. કામકાજો અટકશે નહીં. ખર્ચાને પહોંચી શકશો. યશ-માન-આબરૂમાં વધારો થશે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નોકરી-ધંધામાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખૂલ્લો થશે. વેપાર-ધંધાના કાર્યો આડેના વિઘ્નોને પાર કરીને સફળતા મેળવી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ થશે. સારી તકો મળશે. સફળતાના કારણે માનસિક સ્થિતિ સ્વસ્થતાભરી રહેશે. દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. આ સમયગાળામાં ખર્ચ અને વ્યયનું પ્રમાણ વધતું જણાશે. લેણી રકમો પૂરતી મળતી ન જણાય. જો નોકરિયાત હો તો હવે મહત્ત્વના ફેરફારો થતાં જણાશે. તમારો બદલી-બઢતીનો માર્ગ રુંધાતો હશે તો હવે તે ખૂલશે. મહત્ત્વની વ્યક્તિની મદદ લાભકારક સાબિત થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારો વિકાસ થતો દેખાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ અંગત બાબતોના કારણે અજંપો અને વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો વધુ નિરાશાથી ઊગરી શકશો. નાણાંકીય તકલીફોમાંથી તમને બહાર નીકળવાનો માર્ગ મળશે. મિત્રો-સ્વજનોની કેટલીક સહાયતાઓથી કામ પાર પડે. આવક વધશે, પરંતુ ખર્ચ અને ચૂકવણીના કારણે વપરાઈ જશે. લાંબા ગાળા માટે આર્થિક આયોજન આવશ્યક છે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં ઉત્સાહપ્રેરક બનાવોના કારણે માનસિક અશાંતિ સર્જતા પ્રસંગોથી બચી શકશો. મહત્ત્વના કામકાજો અથવા તો કામગીરીઓમાં સફળતા મળવાના આશાસ્પદ સંજોગો આનંદનો અનુભવ કરાવશે. આ સપ્તાહના ગ્રહયોગો તમારી નાણાંકીય મૂંઝવણો કે જરૂરિયાતનો સારો રાહત આપનાર ઉકેલ પૂરો પાડશે. નોકરિયાતો માટે આ સમયના ગ્રહયોગ પુરુષાર્થને સફળ બનવા તેવા સાનુકૂળ છે. જરૂરતના સમયે મહત્ત્વની વ્યક્તિઓ ઉપયોગી બનશે. તમારી ગૂંચવાયેલી સમસ્યાઓ ઉકેલી શકશો. આ સમય સ્થાવર મિલકત અંગે સાનુકૂળ રહેશે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતા અને વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. તમારા વિચારોને અમલમાં મૂકવાનું અશક્ય જણાતા તંગદિલી વધશે. આર્થિક સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. વેપાર-ધંધાના ક્ષેત્રે વિકાસની ગતિ ધીમી જણાશે. કાર્યબોજના કારણે ઝડપી પ્રગતિ શક્ય ન બને. નોકરીમાં બઢતી - પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. વિકાસમાં અવરોધ પેદા થતો જોવા જણાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારો લાંબા સમયનો પુરુષાર્થ ફળદાયી નીવડશે. સક્રિયતા વધતી જશે. આગળ વધો અને ફતેહ મેળવો - આ સૂત્રને ધ્યાનમાં રાખીને ચાલશો તો જ ફતેહ તમારા કદમ ચૂમશે. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતા તંગી જણાય. ઉઘરાણીઓ ફસાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં પરિસ્થિતિ પલટાતી જણાય. પ્રતિકૂળતા અને અડચણોમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતે હજુ સમય અનુકૂળ જણાય નહીં. ભાગીદાર સાથે ગેરસમજ વધતી જણાશે.

તુલા (ર,ત)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક પ્રવૃત્તિઓથી આનંદ મળે. માનસિક બોજો હળવો થાય. સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. નાણાંકીય પરિસ્થિતિને તમે સમતોલ કરી શકશો. એકાદ-બે સારા લાભોની તક પણ આવશે. સરકારી લેણી રકમો કે ઉઘરાણીના કામકાજોમાં સફળતા મળે. શેરસટ્ટા કે જુગારમાં ન પડવું. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. વેપાર-ધંધામાં મૂંઝવતી ગૂંચવણોમાંથી માર્ગ મળતો જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહમાં ઘણા વણઉકેલ પ્રશ્નોનો નિવેડો આવશે. હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. આ સમયગાળામાં નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે વાપરવાની ફરજ પડશે. જોકે આર્થિક જવાબદારી હળવી થશે. મૂંઝવણ જરૂર દૂર થશે. નોકરિયાતો માટે હવે વાતાવરણ સાનુકૂળ બનતું જણાશે. લાંબા સમયથી અટકેલા લાભો અને બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા અને વિકાસકારક તકો છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક તણાવ વધે તેવા પ્રસંગો બનશે. ગુસ્સો અને આવેશની લાગણીઓને કાબૂમાં નહિ રાખો તો વિવાદ અને ઘર્ષણના પ્રસંગો બનશે. આર્થિક રીતે આ સમય મિશ્ર છે. આથી તમારી જરૂરિયાતો પૂરતી નાણાંની જોગવાઈ ઊભી કરવામાં સફળતા સાંપડે. ખર્ચને પહોંચી વળવાનો ઉપાય મળે. મકાન-જમીન કે વાહનના પ્રશ્નોથી તકલીફ અને વ્યયના પ્રસંગો આવે. નોકરી-ધંધા અંગેના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. વિરોધીઓ ફાવે નહીં.

મકર (ખ,જ)ઃ લાંબા સમયથી પજવતી મૂંઝવણનો સાનુકૂળ ઉપાય મળશે. રચનાત્મક, સર્જનાત્મક પ્રવૃત્તિઓ આનંદ મળે. માનસિક બોજો હળવો થાય. સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. આવક થતાં ખર્ચાઓની જોગવાઈ કરી શકાય. જવાબદારીઓ પાર પડશે. જોકે અન્યના ભરોસે ધિરાણ કરવાથી હાનિ થાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતા મળતાં મૂંઝવણ - ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યસ્થિત બનાવીને લાભ ઊભા કરી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયગાળામાં તમારા વિચારોને અલમાં મૂકવાનું અશક્ય લાગતા તંગદિલીમાં વધારો થશે. આર્થિક સંજોગો સુધરવામાં સમય લાગશે. નાણાંનો વ્યય ન થાય તે જોવું રહ્યું. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. તમારી વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તન થાય. સ્થાન પરિવર્તનની પણ શક્યતા જણાય છે. વેપાર-ધંધામાં લાભદાયી સમય જણાય છે. જોકે વિરોધીના કારણે થોડીક પ્રતિકૂળતા રહેતી જણાશે. વેપાર-ધંધાર્થે મુસાફરી વધશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય મહત્ત્વની ઓળખાણથી લાભનો છે. પ્રવાસ-પર્યટન માટે સમય અનુકૂળ નીવડશે. નાણાંકીય પ્રશ્નોમાંથી યોગ્ય માર્ગ મળતો જોવા મળશે. કંઈક સારી ગોઠવણ થઈ શકતા રાહત અનુભવાય. શેર-સટ્ટા દ્વારા લાભ મેળવવા લલચાશો તો નુકસાનના ખાડામાં પડશો. વધારાની કમાણી કરી લેવાની ઉતાવળ ન કરશો. ધીરજ અને સમજપૂર્વક આગળ વધશો તો ઓછો, પરંતુ નક્કર ફાયદો થશે. નોકરિયાતોને કાર્યબોજ વધુ રહેશે. અવરોધ સર્જાતા થોડીક મુશ્કેલી સર્જાશે. ધંધા-વેપારના કામકાજોને આગળ ધપાવી શકાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter