તા. ૧૦ ફેબ્રુઆરી થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 09th February 2018 05:15 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયના ગ્રહયોગો કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતા વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થશે. નાણાંના અભાવે અટવાયેલા કાર્યો માટે નાણાંભીડ ઊભી કરશો. નોકરીના પ્રશ્નો ઉકેલી શકશો. મિત્રોની મદદ મળે. ઉપરી સાથેના ઘર્ષણો નિવારી શકશો. લાંબા સમયથી ગૂંચવાયેલી બાબતોને હલ કરવા માટે સાનુકૂળતા વધશે. સારી તક મળે તે ઝડપી લેજો. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિમાં સુધારો સૂચવે છે. તકલીફોમાંથી બહાર નીકળતા જશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં મન પરનો બોજો ઊતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહવર્ધક બનશે. નાણાંકીય તકલીફોનો ઉપાય મળશે. જરૂરી વ્યવસ્થાઓ ઊભી થતાં મૂંઝવણ દૂર થશે. ખર્ચાઓ પૂરતી જોગવાઈ કરવામાં વાંધો નહીં આવે. અટવાયેલા લાભ મેળવી શકશો. નોકરીના વિકાસ અને પ્રગતિનો માર્ગ ખૂલ્લો થશે. ધંધામાં કાર્ય આડેના વિઘ્નોને પાર કરી શકશો. શત્રુઓ ફાવશે નહીં. મકાન-મિલકત, જમીન-ખેતીના કામકાજો કરવા માટે જોઈતી તકો અને સાનુકૂળતાઓ મેળવી શકશો. પુરુષાર્થ ફળદાયી બનશે. સારી જગ્યાની તલાશ કરતો હો તો સફળતા મળશે. કુટુંબીજનોમાંથી કોઈ નજીકના સ્વજનની તબિયતત બગડશે. તમારા દામ્પત્યજીવનમાં ખાસ કોઈ અશુભ ઘટના બને નહીં.

મિથુન (ક,છ,ઘ)ઃ મનોકામનાની પૂર્ણતા માટે વધુ પુરુષાર્થ જરૂરી સમજશો. વિલંબના કારણે માનસિક અકળામણ જણાશે. ધારી સફળતા ન મળતા નિરાશા થયા વિના કોશિષ ચાલુ રાખજો. ફતેહ મેળવશો. નાણાંકીય બાબતો અંગે ગ્રહયોગો સાથ આપશે. તમારા પ્રયત્નો સફળ થાય. નાણાંકીય ચિંતાનો ઉકેલ મળે. વધારાના ખર્ચના પ્રસંગો બનશે. નોકરિયાતો માટે સમય એકંદરે સાનુકૂળ છે. કોઈ મુશ્કેલીનો યોગ નથી. વિરોધીથી મૂંઝવણ રહે, પણ કશું બગડે નહીં. યશ-માન વધે. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની તક ભવિષ્ય લાભદાયી પુરવાર થશે. મકાન-મિલકતના પ્રશ્નો યથાવત રહે.

કર્ક (ડ,હ)ઃ આ સમયના ગ્રહયોગો આત્મવિશ્વાસ અને જુસ્સાને નરમ પાડે તેવા છે. આત્મશ્રદ્ધા અને દૃઢ સંકલ્પ દ્વારા જ તમે સફળ બની શકશો. પીછેહઠનો અનુભવ થાય તો પણ નિરાશ થતા નહીં. પુરુષાર્થ અંતે ફળ્યા વિના રહેવાનો નથી. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મિશ્ર સંજોગો સૂચવે છે. તમારી આવકના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળે અને સારી રીતે હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે. સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો. જમીન-મિલકતના કામકાજોમાં પ્રગતિ થાય.

સિંહ (મ,ટ)ઃ નવીન કેટલીક તકો મળતા વિકાસ અને પ્રગતિ જણાશે. અગત્યના કામ પાર પડે. નાણાંકીય અનુકૂળતા જણાશે. તમારા ખર્ચ જેટલી આવક મેળવી શકશો. જૂની ઉઘરાણી અને લેણાં મળે. નોકરિયાતોને આ સમયમાં પ્રગતિ જણાશે. ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરી શકશો. વિરોધીની ચાલ હવે નહિ ફાવે. ધંધાકીય વિકાસ જણાશે. નવીન કામગીરીમાં પ્રગતિ થાય. મુશ્કેલીઓ હોય તો દૂર થાય. આપત્તિના પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશો. મહત્ત્વના કાર્યમાં પ્રગતિ જણાશે. કૌટુંબિક પ્રશ્નોનો સુમેળપૂર્વક ઉકેલ મળે. સ્નેહીજનોનો આવકાર વધે. જીવનસાથીનો સહકાર - પ્રેમ પ્રાપ્ત કરી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ હાથ ધરેલી પ્રવૃત્તિઓ માટે જરૂરી સાનુકૂળતા ઊભી થઈ શકશે. સફળતા અને આશાસ્પદ સંજોગો તમારો ઉત્સાહ વધારશે. માનસિક તંગદિલી ઘટતી અનુભવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ અનુકૂળ બનશે. તમારા ખર્ચ માટે જરૂરી આયોજન થાય. જૂની ઉઘરાણીના નાણાંકીય ખર્ચા પણ આવશે. નોકરિયાત વર્ગને આ સમય મિશ્ર ફળ આપનાર નીવડે. અહીં લાભ કે પ્રગતિના સંકેતો મળે, પણ હાથમાં હજુ આવે નહીં. ધીરજ ધરવી પડે. તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં.

તુલા (ર,ત)ઃ તમારી આસપાસની પરિસ્થિત ધીમે ધીમે સુધરતી જણાશે. આશા અને ઉત્સાહ અનુભવી શકશો. અગત્યના કામકાજો અંગે અનુકૂળ સંજોગોનુ નિર્માણ થશે. મહત્ત્વની વ્યક્તિઓનો સહકાર ઉપયોગી થશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમય અનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચા માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ થશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થશે. નોકરિયાતો માટે આ સમય વધુ પ્રોત્સાહજનક ફળ આપશે. તમારા કાર્ય અંગે પ્રશંસા મળે. વિરોધીના હાથ હેઠા પડતા રાહત અનુભવશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિકાસ-વૃદ્ધિ અને લાભના યોગો જણાય છે. મકાનની લે-વેચ જેવા કાર્યોના ઉકેલ લાવવા માટે વધુ પરિશ્રમ કરવો પડે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં અગમ્ય કારણસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ થાય. અજંપો અને અશાંતિમાંથી છૂટવા માટે સતત કાર્યરત રહો એ જ ઉત્તમ છે. હિંમત ગુમાવશો નહીં. નજર સામે દેખાતી મુશ્કેલીઓ ક્ષણિક જ સમજશો. અહીં આવકવૃદ્ધિનો નવો માર્ગ મળે. પરિસ્થિતિમાં સુધારો થશે. માથા પરની જવાબદારીઓને અદા કરવા માટે જરૂરી મદદ મેળવી શકશો. કોઇના વિશ્વાસે ધીરધાર કરવા નહીં. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ હજુ અવરોધાયેલો જણાશે. કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવે. ધીરજ અને સ્વસ્થતા ટકાવી રાખજો. ધંધા-વેપારની કામગીરીમાં મુશ્કેલીને કારણે જવાબદારી વધશે. તમારા સંપત્તિના કામકાજમાં અવરોધો જણાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી વધે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. આર્થિક સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચા કરવા. નોકરિયાતોને બદલી-બઢતીના યોગો છે. સારી નોકરી મેળવી શકશો. વિરોધીઓથી ચિંતાનું કોઇ કારણ નથી. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ સફળતા, ઉન્નતિ જણાશે. મહત્ત્વની તકો મળે તે ઝડપી લેજો. મકાન-જમીનને લગતા કામકાજો માટે ગ્રહો મદદરૂપ બનશે. સમસ્યાઓનો યોગ્ય, અનુકૂળ ઉકેલ મળશે. નવા ઘરમાં રહેવાની ઇચ્છા સાકાર થશે. કૌટુંબિક સંપત્તિ અંગે પરિસ્થિતિ જેમની તેમ રહે.

મકર (ખ,જ)ઃ અગત્યના પ્રશ્નોના નિકાલ માટે સાનુકૂળ સંજોગો પેદા થતાં તમારી સક્રિયતા અને ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચના સાકાર થાય. વિકાસની તકો આવશે તે ઝડપી લેજો. આવક વધવાના યોગો અલ્પ છે. ખર્ચ વિશેષ જણાશે. ખોટા નાણાંકીય રોકાણ ન થઈ જાય તે જોજો. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક છે. ગૂંચવાયેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. વિરોધીઓ સફળ થાય નહીં. વિઘ્નો દૂર થશે. ધંધાકીય પરિસ્થિતિ આશાજનક રીતે વળાંક લેશે. નવીન કામગીરીમાં પ્રગતિ થાય. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. સંપત્તિના ખરીદ-વેચાણના કામમાં વિઘ્નો જણાશે. અલબત્ત સફળતા અવશ્ય મળશે. દામ્પત્યજીવનની જો કોઈ સમસ્યા હશે તો તેનો ઉકેલ મળશે.

કુંભ (ગ,સ,ષ,શ)ઃ આ સમયમાં હજુ એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરવો પડશે. વિલંબથી ફળ મળવાના કારણે તાણ રહેશે. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ નાણાંભીડ જણાશે. લાભ કરતા વ્યય યોગ બળવાન છે તે ભૂલશો નહીં. નોકરિયાતોને એકંદરે વાતાવરણ સાનુકૂળ રહે. ખાસ કોઈ ગંભીર સમસ્યાઓ આવે નહીં. આશાસ્પદ તક મળે. ઉન્નતિનો માર્ગ ખુલશે. જમીન-મકાન અંગે કોઈ અણધારી ચિંતા ઊભી થાય. કૌટુંબિક મિલકત અંગે પણ ઘર્ષણ જાગે. નવા મકાનમાં નાણાં રોકવા નહીં. વિઘ્નોનો સામનો કરવો પડે. ગૃહજીવનની સમસ્યાઓ ઘેરી બનશે અને પરિસ્થિતિ વધુ વણશે નહિ તે માટે લાગણી પર કાબુ રાખજો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સફળતા અને સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતા આ સપ્તાહ મજાનું નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ વર્તાશે. નાણાંકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ મળશે. અટવાયેલા નાણાં પરત મળે. આવક ઊભી થવા સામે ચૂકવણીનું પ્રમાણ પણ ઊંચું રહેશે. ઉઘરાણીના કામકાજ પાર પડશે. નોકરિયાતો માટે સમય પ્રોત્સાહક છે. સફળતા મળે. બઢતીનો માર્ગ ખુલે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter