તા. ૧૧ એપ્રિલ થી ૧૭ એપ્રિલ ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 10th April 2020 09:16 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ નોકરીમાં મુશ્કેલી કે અડચણો હશે તો તે દૂર થતી જણાય. ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળે. ગેરસમજો દૂર થશે. શત્રુની કારી ફાવશે નહીં. યશ-માનમાં વધારો થાય. વેપાર-ધંધામાં સફળતા - વિકાસ જણાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ હિંમત અને આત્મવિશ્વાસ રાખશો તો જ પ્રગતિ સાધી શકશો. મુશ્કેલીઓને પાર પાડી શકશો. આ સમયમાં નાણાભીડનો અનુભવ થશે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધશે. વ્યવસ્થિત આયોજન જ તમને આમાંથી ઉગારી શકશે.

મિથુન (ક,છ,ઘ)ઃ નિરાશાના માહોલમાં આશાનું કિરણ દેખાય. ધીરજની કસોટી થાય, પણ વધુ મહેનતે વિજય મળે. ધારેલા નાણાં મેળવી શકશો. આવકવૃદ્ધિની તક મળે તો ચૂકશો નહીં. જૂના રોકાણો દ્વારા આવકવૃદ્ધિ થાય. કામનો બોજો વધતો જણાય.

કર્ક (ડ,હ)ઃ કારણ વગર ચિંતા જણાશે. આ સમયમાં ધીરજપૂર્વક વર્તવાથી પરિસ્થિતિ બગડતી અટકી જશે. ઉતાવળા નિર્ણયો લેવા નહિ. નોકરિયાતોને માનસિક રીતે અને પ્રતિકૂળતાના કારણે તાણ જણાશે. ધાર્યું કામ થાય નહિ. વિઘ્નો જણાશે.

સિંહ (મ,ટ)ઃ ઉતાવળા નિર્ણયો ન લેવાની સલાહ છે. આસપાસની સ્થિતિ મનોસંઘર્ષ પેદા કરશે. આ સમયમાં આવક સામે જાવક વધતાં મૂંઝવણ વધે. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધ જણાશે. વિશ્વાસઘાત તેમજ હાનિના પ્રસંગોથી સાવધ રહેજો.

કન્યા (પ,ઠ,ણ)ઃ યશ-માનમાં વધારો થાય. નોકરિયાતને સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. ચાલુ નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વેપાર-ધંધાની બાબતોથી અસંતોષ રહે. પ્રતિકૂળતા બાદ સફળતા મળશે.

તુલા (ર,ત)ઃ ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સંજોગો વિપરિત લાગે તો પણ સફળતા મળતાં ઉત્સાહ વધશે. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહીને ચાલશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થતી જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. આવકના નવા સ્ત્રોતો વધારવાનું આયોજન ફળશે. ચાલુ આવક ઉપરાંત વધારાની આવક થાય. નોકરીના ક્ષેત્રે સાનુકૂળતા સર્જી શકશો. યશ-વિજયના યોગ છે. વેપાર-ધંધામાં સાનુકૂળતા વર્તાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ અણધારી આવક મેળવશો. નોકરીમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુધારો થતાં રાહત મળે. નોકરીમાં અણઉકેલ પ્રશ્નોનો નિવેડો આવશે. વેપાર-ધંધાના કામકાજો અંગે ગ્રહમાન સાનુકૂળ છે. કોઈ અગત્યનો નિર્ણય લઈ શકશો.

મકર (ખ,જ)ઃ આ સમય સાનુકૂળ અને સફળ નીવડતાં મનનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો દૂર વિખેરાતા જણાશે. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય-લોન વગેરે મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ નાણાંકીય રીતે એક બાજુ ખર્ચા અને ખરીદી તો બીજી બાજુ આવકમાં નજીવો વધારો થતાં સ્થિતિ જેમની તેમ રહેતી જણાશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમે ધીમો વિકાસ જોઈ શકશો. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ થાય નહીં.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આશા-નિરાશાનો મિશ્ર અનુભવ કરાવશે. શુભ ગ્રહની અસરથી તમે પુનઃ દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. અકારણ કાલ્પનિક ચિંતાઓના વાદળો પેદા થઈને વિખેરાશે. નકારાત્મક વિચારોને છોડજો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter