તા. ૧૧ માર્ચ થી ૧૭ માર્ચ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 11th March 2017 05:22 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ તમારા આયોજન, ધારણા કે અપેક્ષા કરતાં પ્રતિકૂળ સંજોગો જણાતાં અશાંતિ અને ઉત્પતિ વધશે. મન અજંપો અનુભવશે. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહીને ચાલશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સુધરતા જણાતા નથી. નોકરી પરિવર્તન માટે હજુ યોગ્ય સમય આવ્યો નથી. ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થશે. સંપત્તિ, મકાન કે જમીનને લગતા પ્રશ્નોથી ચિંતા રહેશે. તમારી મકાન બદલવાની ઇચ્છા ફળે નહીં. ગૃહજીવનનું વાતાવરણ ડહોળતા અશાંતિ અને ગેરસમજ વધશે. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા થાય નહિ તે જોજો.

વૃષભ (બ,વ,ઉ)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ સ્વસ્થ બનશે. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચાઓ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. સારો લાભ મળશે. નોકરિયાતો માટે ગ્રહયોગ શુભ જણાય છે. વિરોધીના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાકીય અંગે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાય છે. સંપત્તિમાં વૃદ્ધિના યોગ છે. મહત્ત્વની ખરીદી થાય. મકાન-જમીનને લગતા કામકાજો હલ કરી શકશો. કૌટુંબિક સંપત્તિ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકશો. ગૃહજીવન સંબંધિત કોઈ સમસ્યા હશે તો તેનો સાનુકૂળ રીતે ઉકેલ લાવી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં અંગત કારણસર કોઈ અજંપો કે બેચેનીનો અનુભવ કરાવનાર વાતાવરણ જણાશે. ધાર્યું ન થવાથી હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. મનોબળ ટકાવી રાખજો. નાણાકીય દૃષ્ટિએ સમય સુધારો સૂચવે છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. અટવાયેલા નાણાં મળે. ઉઘરાણીના કામકાજ પાર પડતા જણાશે. નોકરીમાં પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. વિરોધીઓ ફાવી શકશે નહીં. વ્યવસાયિક દૃષ્ટિએ ધીમો પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. અંગત સમસ્યાઓ અંગે સારો ઉકેલ મળશે. દામ્પત્યજીવનમાં નજીવા મતભેદો સિવાય શાંતિ રહે. લગ્ન-વિવાહની વાતચીતો માટે સમય સાનુકૂળ જણાય. ગુપ્ત વિરોધીને તેમના પ્રયત્નોમાં નિષ્ફળતા જોવા મળશે.

કર્ક (ડ,હ)ઃ લાગણીઓના ઘોડાપૂરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ-વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. કૌટુંબિક અને ગૃહજીવનને લગતાં ખર્ચાનું પ્રમાણ સવિશેષ રહેતા નાણાંભીડ રહેશે. નવીન મૂડીરોકાણ હવે સમજી-વિચારીને કરવું પડશે. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થશે નહીં. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વનો નીવડશે. મહત્ત્વના લાભની આશા રાખી શકશો. જમીન-મકાનની લે-વેચના કામમાં વિઘ્નો જણાશે. ધાર્યા પ્રમાણે સમસ્યા હલ કરી થાય નહીં. માનસિક બોજો વધશે. ગૃહજીવનના મતભેદો સહકાર અને સમજદારીપૂર્વક ઉકેલી શકશો.

સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગ દર્શાવે છે કે તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરીઓ મુજબ યશ કે લાભ ન મળવાથી મન વ્યથિત બને. અપમાનના કડવા ઘૂંટ પીવા પડે. આ સમય નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાશે. નવા ફેરફાર થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખૂલશે. પ્રશ્નો સમાધાનથી ઉકેલવા સલાહ છે. દામ્પત્યજીવનમાં સંવાદિતા અને સહકારનું વાતાવરણ જળવાશે. અવિવાહિતોના લગ્ન માટે સમય શુભ છે. ભાતૃવર્ગથી વિખવાદ.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી માનસિક સ્વસ્થતા અને સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો ગરબડ વધશે. ખોટા ખર્ચ વધી જવાનો સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણી મેળવવામાં વિલંબ થતો જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ જણાશે. નોકરિયાતો માટે આ સમય માનસિક અને અન્ય પ્રતિકૂળતાના કારણે તાણ રખાવશે. ધાર્યું કામ થાય નહીં. વિઘ્નો વધતા જણાશે. ગૂંચવાયેલી સમસ્યા જેમની તેમ રહેશે. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિને સંજોગો મુશ્કેલીરૂપ બનશે. તમારી સંપત્તિ યા મિલકતની સમસ્યાઓ ગૂંચવાયેલી લાગે. ધીમી પ્રગતિ થાય. નાણાંકીય લેવડદેવડ કોઈના ભરોસે કરવી નહીં. પ્રવાસમાં ધાર્યું ફળ ન મળે.

તુલા (ર,ત)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજ નભી જશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્યસફળતા મળે. નોકરિયાતોને સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધી કે હિતશત્રુ ફાવે નહીં. ઉકેલ મળશે. મકાન-મિલકતના કામકાજો કરવા માટે જોઈતી તકો અને સાનુકૂળતાઓ મેળવી શકશો. પુરુષાર્થ ફળદાયી બનશે. સંપત્તિમાં લાભ મેળવી શકશો. ગૃહજીવનની સમસ્યાના ઉકેલના માર્ગો મળી આવશે. ગેરસમજો નિવારી શકશો. સ્વજનો સહકારરૂપ બને. પ્રવાસ-પર્યટન માટે સમય સાનુકૂળ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અશાંતિ ઘટશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. કૌટુંબિક કાર્ય અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળતા સર્જશે. તેમના અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારીનો સહકાર મળે. નોકરીની સારી તક મળે. વેપારી વર્ગ કે ધંધાર્થી માટે પણ સફળતા અને વિકાસનો સમય છે. મોટી તકરારમાં ન પડવું. મનને શાંત રાખીને પ્રશ્નો હલ કરવા જરૂરી છે. ગૃહજીવનની પરિસ્થિતિ મનને મૂંઝવતી જણાશે. નાહકની ગેરસમજોથી માનસિક તાણ-વ્યથા સર્જાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો દૂર થાય. તમારા માર્ગે સફળતાપૂર્વક આગળ વધી શકશો. ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતું જણાશે. ખર્ચ અને ખરીદી પર કાબુ રાખજો. આમ છતાંય કુદરતી રીતે આર્થિક મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામકાજમાં સફળતા યશ મળે. હિતશત્રુ પર વિજય મળે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે અને વૃદ્ધિ- લાભની આશાઓ ફળશે. મકાનની લે-વેચનું તથા સરકારી કામકાજ ઉકેલી શકશો. કૌટુંબિક વિવાદોનો નિવેડો આવતો જોઈ શકશો. સામાજિક વાતાવરણ સુમધુર બનશે. કેટલાક નિર્ણયોથી કામ વિલંબમાં પડશે. સ્વસ્થતાથી નિર્ણય કરવા સલાહ છે. મહત્ત્વની કોઈ વ્યક્તિ ઉપયોગી બનશે. આરોગ્યની ખાસ કાળજી લેજો.

મકર (ખ,જ)ઃ લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે કે તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં વધુ ખર્ચ કે હાનિના પ્રસંગો સામે આવકનું પ્રમાણ ચિંતા જન્માવશે. કરજનો ભાર અકળાવશે. નવા મૂડીરોકાણને મુલત્વી રાખજો. નોકરિયાતોને ઉપરી કે સહકર્મચારી વર્ગ જોડે મતભેદના પ્રસંગો બનશે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતા અવરોધોને પાર કરી શકશો. જમીન કે મકાન બદલવું હશે યા નવું લેવું હશે, પણ સંજોગોની પ્રતિકૂળતાના કારણે તે ઇચ્છા બર આવે નહીં. વિવાદાસ્પદ પ્રસંગોથી દૂર રહીને સમાધાનકારી વલણ લેવું. ગૃહજીવનમાં અકારણ બેચેની અજંપાનું વાતાવરણ રહેશે. કોર્ટ-કચેરી તથા સરકારી સમસ્યાઓ હજુ યથાવત્ રહેતી જણાશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક ચિંતા કે સમસ્યા હશે તો તેનો ઉકેલ મળે. મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાંકીય મુશ્કેલીનો ઉકેલ મળે તેમજ ખર્ચ અને દેવાને પહોંચી વળવા માટે મદદ ઊભી થઈ શકશે. કોઈ મોટું ખર્ચ થશે. નોકરિયાતોએ હિતશત્રુથી સાવધ રહેવું. વેપાર-ધંધાની કામગારી માટે ગ્રહયોગ મંદ ફળ આપનાર છે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબત માટે સમય સાનુકૂળ તથા શુભ છે. પ્રવાસની તક મળે. જીવનસાથીનો સહકાર - પ્રેમ વધે. અંગત આરોગ્યની તકેદારી લેજો. કોઈ સ્વજનની તબિયત ચિંતા કરાવશે. કોર્ટ-કચેરી કે સરકારી કામ અંગે સમય સારો નથી. સંપત્તિ અંગેના પ્રશ્નો હલ થતાં જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાંકીય મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાશે. નોકરિયાતોને હિતશત્રુઓથી સાવધ રહેવું અને માનસિક અકળામણ જણાશે. નોકરીને લગતા પ્રશ્નો હજુ યથાવત્ રહે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબતો માટે સમય સાનુકૂળ તથા શુભ છે. યાત્રા-પ્રવાસની તક મળશે. સંપત્તિ અંગેના પ્રશ્નો હલ થતાં જણાશે. મકાનની લે-વેચ થઈ શકશે. ભાઇભાંડુનો સહકાર મળે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી