તા. ૧૨ જાન્યુઆરી થી ૧૮ જાન્યુઆરી ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 11th January 2019 05:50 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ વ્યથા અને વિષાદ અનુભવશો. અજંપો અને અશાંતિમાંથી છુટવા સક્રિયતા જ શ્રેષ્ઠ ઉપાય છે. હિંમત હારશો નહીં. દેખીતી મુશ્કેલીને ક્ષણિક સમજવી. આવક વધારાનો યોગ છે. જુની ઉઘરાણી મેળવી શકશો. નવીન કાર્યવાહી કે યોજના અંગે જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગે ચિંતા કરાવશે. ખોટા ખર્ચને રોકજો નહિતર આર્થિક બોજો વધી જાય. નોકરિયાતને પુરુષાર્થનું ફળ મળે. મુશ્કેલીમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિની તકો મળે. યોજના માટે સગવડો ઊભી કરી શકશો. સંપત્તિની લે-વેચના કાર્યમાં વિઘ્ન જણાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ એક પ્રકારની મુંઝવણ અને અજંપાનો અનુભવ કરશો. ધીરજ દાખવવી પડશે. અકળામણ વધતી જણાય. અણધાર્યા ખર્ચના પ્રસંગો આવતા તમારે અન્યની સહાય પર આધાર રાખવો પડશે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યની રચનાઓ થશે. ઉન્નતિનો માર્ગ ખૂલશે. નોકરિયાતને બઢતીની તકો જણાય. તમારા પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. મકાન- સંપત્તિની બાબતો માટે પ્રતિકૂળતા વર્તાય. ગૃહજીવનની પરિસ્થિત વણશે નહિ તે જોવું રહ્યું. મુસાફરી મોકુફ રાખવી પડે તેવા યોગ છે.

મિથુન (ક,છ,ઘ)ઃ અગત્યની કામગીરીને સફળ બનાવી શકશો. તમારા પુરુષાર્થનું મીઠું ફળ ચાખવા મળે. હાથમાં લીધેલા કામકાજો સરળપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગો વધશે. આવકમાં નજીવા વધારાથી નાણાંભીડ જણાય. નોકરી-ધંધાની કામગીરીમાં પ્રગતિ થતી જણાય. કામની કદર થતાં આનંદની લાગણી અનુભવશો. સહકર્મચારી સાથેના સંબંધો બગડ્યા હોય તો સુધારી શકશો. મહત્ત્વના પ્રશ્નોને ઉકેલવામાં સહાયતા મળી રહેશે. સંપત્તિને લગતા કોઇ પ્રશ્નો હશે તો તેનો નિવેડો આવશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં આત્મવિશ્વાસ ગુમાવી બેસશો તો સફળતાની તક વેડફાઇ જશે. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતા નિરાશા જણાય. આવકવૃદ્ધિ કે કોઈ જૂનો લાભ મળતા આ સમય રાહત આપતો પુરવાર થાય. તમારા માથે ખર્ચની જોગવાઈ ઊભી થવાની આશા છે. કામકાજ માટે પૂરતાં નાણાં મેળવી શકશો. શેરસટ્ટા કે લોટરીથી લાભ નથી. નોકિરયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાય. વિરોધીઓ દૂર થતાં જણાય. પ્રગતિનો માર્ગ સરળ બનતો જણાય. નવી તક મળે તે ઝડપી લેજો.

સિંહ (મ,ટ)ઃ નિરર્થક ચિંતાના કારણે માનસિક તણાવ સર્જાશે. જોકે તમારા પ્રયત્નો ધીમે ધીમે જરૂર સફળ થશે. નાણાંકીય દૃષ્ટિએ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારા માથે આકસ્મિક ખર્ચ આવી પડવાની શક્યતા છે. કામ માટે જરૂર પૂરતાં નાણાં મેળવી શકશો. શેરસટ્ટા કે લોટરીથી લાભ નથી. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાય. આગેકૂચનો માર્ગ સરળ બનતો જણાય. ધંધા-વેપાર સંબંધિત યોજનાઓમાં ઉત્સાહવર્ધક પ્રગતિ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા મનના ઓરતા પૂર્ણ થતાં લાગે. વિકાસની નવી કેડી કંડારી શકશો. સાનુકૂળતાનો ઉપયોગ કરી લેશો તો લાભમાં રહેશો. જવાબદારીઓ પાર પડતી જણાય. સ્વજનના સાથ-સહકાર કે મદદથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. નાણાંકીય અવરોધોમાંથી માર્ગ મેળવી શકશો. તમારી મૂંઝવણ કે ચિંતાઓ ઉકેલી શકશો. નોકરિયાતને પ્રગતિના માર્ગમાં વિઘ્ન હશે તો દૂર થાય. ધંધા-વેપારના કામ માટે વિકાસકારક તકો મળશે. નવીન કોલ-કરારો થાય. અગવડોમાંથી માર્ગ મેળવી શકશો. જમીન-મિલકતના કામકાજમાં અવરોધ ઊભા થાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલી શકશો. નવીન તકો પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરી પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. જોકે મૂંઝવણ ધીમે ધીમે દૂર થાય. નોકરિયાતને હવે વાતાવરણ સાનુકૂળ બનતું જણાશે. લાંબા સમયથી અટકેલા લાભો તથા બઢતીની તકો મળશે. તમારા પ્રયત્નો સફળ થતાં લાગે. મકાન-મિલકતના પ્રશ્નો થોડીક ચિંતા કરાવશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં કેટલાક અવરોધો અને પ્રશ્નોનો સામનો કરવો પડશે. ઉશ્કેરાટ અને ઉગ્રતા વધે નહિ તેનો ખ્યાલ રાખજો. ચિંતાનો બોજ વધતો જણાય. ખોટા વાદવિવાદથી દૂર રહેજો. આ સમયમાં તમારા પ્રયત્નો સફળ થશે. આર્થિક કામકાજો પાર પડતા જણાય. અણધાર્યા ખર્ચના પ્રસંગો માટે નાણાંની વ્યવસ્થા કરી શકશો. ફસાયેલાં કે ઉઘરાણીના નાણાં મેળવવા માટે ધ્યાન આપજો. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા આનંદ અનુભવશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મૂંઝવણનો ઉકેલ મળશે. માનસિક બોજો હળવો થાય. સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવકવૃદ્ધિ જણાશે. જરૂરિયાત પૂરતા ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓને પાર પાડી શકશો. શેરસટ્ટામાં લાભની તક ઓછી જણાય. કોઈના વિશ્વાસે વહાણ હાંકવું નહીં. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી બનશે. મૂંઝવણ-ગૂંચવણોમાંથી માર્ગ મેળવી શકશો. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો.

મકર (ખ,જ)ઃ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સમયમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાય. જૂની ઉઘરાણી અને લેણાં માટે નોકરિયાતોને આ સમયમાં પ્રગતિ જણાશે. ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરી શકશો. ધંધાકીય બાબતોમાં વિકાસ જણાશે. નવીન કામગીરીમાં મુશ્કેલી હોય તો દૂર થાય. સંપત્તિના પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશો. મહત્ત્વના કાર્યોમાં પ્રગતિ જણાય. કૌટુંબિક પ્રશ્નોને સુમેળપૂર્વક ઉકેલજો. સ્નેહજનનો સહકાર વધે. જીવનસાથીનો પ્રેમ-સહકાર પ્રાપ્ત કરી શકશો. સામાજિક કાર્યો પણ ફળે. નવા યાત્રા-પ્રવાસ સફળ અને મજાના નીવડે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમે જે લાભની આશા રાખો છો તે મેળવવામાં વિલંબ થતો જણાય. પ્રતિસ્પર્ધી અને હરીફોના કારણે ચિંતા રહે. નાણાંકીય જવાબદારી વધતી જણાશે. આવકના પ્રમાણમાં ખર્ચ વધતો લાગે. સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવણ વધારે. દામ્પત્યજીવનમાં સહકાર અને સંવાદિતા રહેશે. સ્ત્રીઓ માટે આ સમય બેચેનીસૂચક છે. વિદ્યાર્થીઓને આ સમયમાં મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે. પ્રવાસ સફળ અને મજાનો નીવડે. નોકરી અને ધંધાના ક્ષેત્રે મહત્ત્વની તક મળે તેનો લાભ લઈ ભવિષ્ય સુખદ બનાવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ અણઉકેલ્યા પ્રશ્નોનો હવે તમે ઉકેલ મેળવી શકશો. અંગત મૂંઝવણોમાંથી હવે રાહત મળશે. નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે આ સમય ચિંતાપ્રદ જણાશે. ખોટી ચિંતા કે ભય જણાશે. નાણાંકીય તકલીફ વધતી જોવાશે. કોઈની મદદ કે સહાય દ્વારા કામ પાર પાડી શકશો. નોકરીના ક્ષેત્રે તમે ધાર્યો વિકાસ હાંસલ કરશો. બદલી-બઢતી સંબંધિત કાર્ય સફળ થાય. ધંધાકીય ક્ષેત્રે માર્ગ આડેના અવરોધો દૂર કરીને સફળતાપૂર્વક આગળ વધી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter