તા. ૧૨ મે થી ૧૮ મે ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 11th May 2018 08:05 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહમાં કોઈ સર્જનાત્મક અને મહત્ત્વનું કાર્ય સફળ થાય તમારો પુરુષાર્થ ફળતાં સુખ અનભવી શકશો. હાથ ધરેલાં કામકાજો સફળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચનાં પ્રસંગો બને. સપ્તાહ દરમિયાન આવક હજુ ખાસ થશે નહીં. આથી નાણાંભીડ જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ યા પરિવર્તનો થશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી મનોવેદનાઓ વ્યથાઓ હળવી બનતા માનસિક શાંતિ અનુભવી શકશો. મુશ્કેલીના સમયમાં ઇશ્વરીયશક્તિ સહાયભૂત બનશે. પ્રગતિની તક મળે તે ઝડપી લેજો. આવકવૃદ્ધિનો માર્ગ મેળવી શકશો. આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરિયાતને અંતરાય હશે તો તે દૂર થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ કેટલીક જવાબદારીઓ અને અકારણ ચિંતાઓના કારણે માનસિક ભારણનો અનુભવ થશે. વાદ-વવાદથી દૂર રહેવું જરૂરી છે. ખોટો ભય રાખવાને કોઇ કારણ નથી. આ સમયગાળામાં તમારા પ્રયત્નો સફળ થતાં નાણાંકીય કામકાજ પાર પડતાં જણાય. અણધાર્યા ખર્ચનાં પ્રસંગો આવશે. જોકે આ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો.

કર્ક (ડ,હ)ઃ આગામી સમય માટેની યોજનાઓ તમારે વિચારી લેવી પડશે અને તે પ્રમાણે તમારે આર્થિક આયોજન કરવું પડશે. ખોટા ખર્ચ વધે નહીં તે જોવું રહ્યું. ગૃહજીવનમાં વધુને વધુ સંતાપ જણાશે. ઘર્ષણ અને ઝઘડાઓ અનુભવશો. સંતાનોની સમસ્યાનો ઉકેલ મળશે.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહનો પ્રારંભ તમને આશાસ્પદ જણાશે. આ સમય ઉત્સાહવર્ધક બનશે. જોકે તમે પ્રયત્નો છોડી દેશો તો કામ પાર પડશે નહીં. વિઘ્નોની પરવા કરતા નહીં. નાણાંકીય મુશ્કેલીનો અનુભવ તમારી હિંમત ઘટાડશે. ખર્ચ પર કાપ મૂકવો જરૂરી બનશે. આર્થિક આયોજન કરશો તો તેનો લાભ લઇ શકશો. પ્રયત્નો જરૂર ફળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયગાળામાં તમારી ઇચ્છાઓને મનમાં દબાવી રાખવી પડશે. પરિણામે માનસિક ઉદ્વેગ અને ચિંતા રહે. તમારી અપેક્ષાઓને કાબૂમાં રાખશો તો જરૂર રાહત અનુભવશો. આ સપ્તાહમાં આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. ખર્ચને અંકુશમાં રાખવા પડશે. મિત્ર કે સ્વજન દ્વારા મદદ પ્રાપ્ત કરી શકશો.

તુલા (ર,ત)ઃ આ સમય ઘણો જ પ્રવૃત્તિમય અને વ્યસ્ત સાબિત થશે. વધારાના કામકાજની જવાબદારીના કારણે માનસિક તાણ વર્તાશે. જોકે યોગ્ય પ્રશંસા ન મળે તો નિરાશા કે ઉદ્વેગ ન અનુભવતા. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય છે. મહત્ત્વની તક આપને ઉન્નતિ તરફ દોરી જાય.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળામાં આપના સંજોગોમાં બદલાવ આવતો જોઈ શકશો. સમય અને સંજોગો સાનુકૂળ બનતા જણાશે. તમારી મહેનતનું ફળ મળતાં પ્રસન્નતા સર્જાશે. આર્થિક મૂંઝવણમાંથી બહાર આવવાનો માર્ગ મળે. કોઈ લાભ કે ઉઘરાણી અટવાયેલા હશે તો તે પણ આ સમયગાળામાં મેળવી શકશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં તમારે કારણ વગરની ચિંતાઓના કારણે માનસિક તાણ અને અશાંતિ વર્તાશે. ખોટો ભય મનમાં રાખશો નહીં. તમારા પ્રયત્નો લાંબા ગાળે જરૂર સફળતા અપાવશે. અલબત્ત, ઝડપી પરિણામોની આશા રાખશો નહીં. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોને કારણે ચિંતા રહે. નાણાંકીય જવાબદારીઓને પહોંચીને કારણે ચિંતા રહેશે. નાણાંકીય જવાબદારીઓને પહોંચી વળાય તેવી વ્યવસ્થા ઊભી થાય.

મકર (ખ,જ)ઃ આ સપ્તાહમાં કોઇ પણ પ્રકારે કામકાજ ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધીરજથી અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુ ગૂંચવાતા જશો. આપની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જણાય. નોકરિયાતોને અંતરાય હશે તો તે દૂર થશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમય દરમિયાન કોઈ સર્જનાત્મક અને અગત્યની કામગીરીને સફળ બનાવી શકશો. તમારા પુરુષાર્થનું મીઠું ફળ ચાખવા મળે. હાથ ધરેલા કામકાજો સફળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગો વધશે અને આવકમાં નજીવા વધારાથી નાણાંભીડ જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય ઘણો પ્રગતિકારક જણાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક ચિંતામાં રાહત અનુભવી શકશો. કાલ્પનિક અને અવાસ્તવિક ચિંતાને મનમાં પ્રવેશવા ન દેશો. તમારી રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. આપના લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter